For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નાઇટ શિફ્ટમાં સફેદની તુલનામાં લાલ પ્રકાશમાં કામ કરવાથી વધારે આનંદ

|
Google Oneindia Gujarati News

અમેરિકન વિજ્ઞાનીઓનું કહેવું છે કે રાત પાળી એટલે કે નાઇટ શિફ્ટમાં કામ કરતા કર્મચારીઓને સફેદ પ્રકાશની સરખામણીએ લાલ પ્રકાશમાં કામ કરવાનું વધારે અનુકૂળ લાગશે. જનરલ ઓફ ન્યુરો સાયન્સમાં પ્રકાશિત એક શોધપત્રમાં જણાવ્યા અનુસાર ભૂરા કે સફેદ પ્રકાશમાં રાખવામાં હેમસ્ટર (ઉંદર જેવું પ્રાણી) ઉદાસ થઇ ગયા હતા, જ્યારે અંધારામાં અને લાલ પ્રકાશમાં રાખવામાં હેમસ્ટર્સ ખુશ હતા.

વિજ્ઞાનીઓનું કહેવું છે કે આ સંશોધનના પરિણામો રાત્રે કામ કરનારા લોકો માટે વધારે સારો માહોલ બનાવવામાં મદદરૂપ બની શકે છે. અમેરિકાના સંશોધનકર્તાઓએ આંખોમાં પ્રકાશ માટે સંવેદનશીલ કોશિકાઓ પર વિવિધ પ્રકારના રંગોના પ્રભાવને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ કોશિકાઓ મગજને સંકેતના રૂપમાં સંદેશ મોકલે છે. જેનાથી મગજ રોજબરોજની વસ્તુઓ માટે પ્રતિક્રિયાઓ આપે છે.

red-light-white-light

આ પ્રયોગ હેમસ્ટર પર કરવામાં આવ્યો હતો. વિજ્ઞાનીઓએ જાયું કે સફેદ અને ભૂરા પ્રકાશમાં રાખવાથી હેમેસ્ટરનું મગજ ઓછું કામ કરી રહ્યું હતું. તેમનામાં આળસ પણ જોવા મળી રહી હતી. જ્યારે લાલ પ્રકાશમાં રાખવામાં આવેલા હેમસ્ટર ખુશ હતા.

જો કે વિજ્ઞાનીઓનું માનવું છે કે આ સિદ્ધાંતો મનુષ્ય પર પણ લાગુ પડે છે. તેમનું માનવું છે કે રાત પાળીમાં કામ કરનારા માટે ઓફિસમાં લાલ પ્રકાશ હોવો જોઇએ. રાત્રે કોમ્પ્યુટર પર કામ કરતા કે ટીવીના ભૂરા પ્રકાશથી પણ બચવું જોઇએ.

English summary
Staff working in red light will feel better than white light
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X