ઝુકરબર્ગના ઘરે વિદ્યાર્થીઓએ રાખી સરપ્રાઈઝ બેબી શાવર પાર્ટી

ફેસબુક ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગ થોડા જ સમયમાં હવે પિતા બનશે. થોડા દિવસો અગાઉ આ અંગે ઝુકરબર્ગે પોતાના ફેસબુક પેજ પર એલાન કર્યું હતુ. પિતા બનવાની વાતથી જ માર્ક ઘણાં ખુશ છે.

ત્યારે શનિવારે માર્ક અને તેમની પત્ની પ્રિસિલાની ચાનની આ ખુશી બમણી થઈ ગઈ હતી. જી હા, માર્કના વિદ્યાર્થીઓએ માર્કના ઘરે એક સરપ્રાઈઝ બેબી શાવર પાર્ટી ઓર્ગેનાઈઝ કરી હતી. ઝુકરબર્ગે પોતાના ફેસબુક પેજ પર બેબી શાવર પાર્ટીના કેટલાક ફોટો શેર કર્યાં હતા.

ઝુકરબર્ગે કરી મસ્તી

ઝુકરબર્ગે કરી મસ્તી

વિદ્યાર્થીઓની આ સરપ્રાઈઝ પાર્ટીથી ઝુકરબર્ગ અને તેમના પત્ની ઘણાં જ ખુશ જણાતા હતા.

મસ્તીના મૂડમાં ઝુકરબર્ગ

મસ્તીના મૂડમાં ઝુકરબર્ગ

આખીય પાર્ટીમાં ઝુકરબર્ગ મસ્તીના મૂડમાં નજરે પડ્યાં હતા. બહું ઓછા લોકોએ તેમને આ રૂપમાં જોયા છે.

પ્રિસિલા અને ઈનડોર ગેમ્સ

પ્રિસિલા અને ઈનડોર ગેમ્સ

અત્યારસુધી પ્રિસિલાના વ્યક્તિત્વ અંગે કદાચ જ કોઈ જાણતું હશે, પણ આ ફોટોગ્રાફ્સથી તે સાબિત થઈ જાય છે કે પ્રિસિલા પણ અન્ય લોકોની જેમ જ મસ્તી કરી શકે છે.

ઝુકરબર્ગે પણ લીધો ભાગ

ઝુકરબર્ગે પણ લીધો ભાગ

આખી ઈવેન્ટમાં ઝુકરબર્ગે સ્પોર્ટસ એક્ટીવીટીને ઘણી એન્જોય કરી હતી.

પ્રિસિલાની હાર

પ્રિસિલાની હાર

એક ગેમમાં પ્રિસિલાની હાર થઈ હતી. અને આ હેપી કપલે તેને પણ સેલીબ્રેટ કર્યું હતુ.

આગળની તૈયારી

આગળની તૈયારી

ફોટોગ્રાફમાં સાફ નજરે પડી રહ્યું છે કે પ્રિસિલા અને માર્ક પોતાના ઘરે નવા જીવના આગમનની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. અને તે માટે તે બધી જ તૈયારી કરીને બેઠા છે.

મિત્રોએ આપી શુભકામનાઓ

મિત્રોએ આપી શુભકામનાઓ

પાર્ટીમાં આવેલા મિત્રોએ પ્રિસિલા અને માર્કને શુભકામનાઓ આપી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X