ભારતીય પરિવાર અમેરિકામાં પ્રવાસે નીકળ્યો, પણ પરત આવી ખાલી લાશ

Posted By:
Subscribe to Oneindia News

સંદીપ થોટ્ટાપિલ્લઇ અમેરિકામાં વેકેશનમાં પત્ની અને બે સંતાનોને કેલિફોર્નિયાના જંગલોમાં ફરવા ગયા હતા. પણ તેમને ખબર નહતી કે આ ફેમીલિ પ્રવાસ તેમનો છેલ્લો પ્રવાસ બની જશે. સુરતમાં વસતા બાબુ સુબ્રમણ્યમ થોટ્ટાપિલ્લઇને ખબર જ નહતી કે હવે તે ક્યારેય તેમના દિકરા કે પૌત્ર કે પૌત્રીને કદી નહીં જોઇ શકે. અમેરિકની યુનિયન બેંકમાં ફરજ બજાવતા આ દક્ષિણ ભારતીય પરિવાર જંગલમાં ફરવા ગયો હતો પણ તેમની ગાડી નદીમાં પડી જતા ચારેય સભ્યોના મૃતદેહ હવે મળ્યા છે. નોંધનીય છે કે આ પરિવાર 5મી એપ્રિલથી ગુમ થયો હતો. અને આ માટે ખાસ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. જે પછી તેમની કાર અને ચારેય સભ્યોના મૃતદેહ નદીના પટમાંથી મળી આવ્યા હતા.

sandeep family

સંદિપની પત્ની સૌમ્યા તેની દિકરી સચી અને દિકરો સિદ્ધાંત અહીંના ભારે વરસાદના કારણે આવેલા પુરમાં ફસાઇ ગયા હતા. અને બાપ અને દિકરીની લાશ જ્યાં ગાડીમાંથી મળી ત્યાં પુત્ર અને માતાની બોડી થોડી દૂર મળી આવી છે. આ સમગ્ર ખબરે સુરતમાં રહેતા પરિવારને દુખી કરી દીધું છે. 20 સર્ચ ઓપરેશન ટીમ દ્વારા ઇલ નદીમાંથી આ લાશોને શોધી બહાર નીકાળવામાં આવી છે. આ પરિવાર પોલેન્ડથી તેમના ઘર કેલિફોર્નિયા પરત ફરી રહ્યો હતો. નોંધનીય છે કે સંદીપ યુનિયન બેંકનો વાઇસ પ્રેસિડન્ટ હતો. અને સૌમ્યા હાઉસ વાઇફ હતી. સોશ્યલ મીડિયામાં સંદીપને શોધવાની અપીલ કર્યા પછી આ સર્ચને વધારવામાં આવી હતી અને આખરે તેમની લાશ એક પછી એક મળી આવી હતી.

English summary
Surat based Thottappilly family tragedy in US. All 4 bodies including body of missing boy, found

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.