માન્ચેસ્ટર હુમલોઃ આત્મઘાતી હુમલાખોરના પિતા-ભાઇની ધરપકડ

Written By:
Subscribe to Oneindia News

બ્રિટનના માનચેસ્ટર અરેનામાં આયોજીત એક પૉપ કોન્સર્ટ દરમિયાન આત્મઘાતી હુમલો કરનાર વ્યક્તિના પિતા અને ભાઇની ધરપકડ કરવામાં આવી છે. તપાસ અધિકારીઓએ લીબિયાના ત્રિપોલીમાંથી તેમની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, માનચેસ્ટર અરેનામાં થયેલ હુમલામાં 22 લોનું મૃત્યુ થયું હતું, જેમાં બાળકોનો પણ સમાવેશ થાય છે અને આ સિવાય કંઇ કેટલાયે લોકો ઇજાગ્રસ્ત થયા હતા. હુમલા બાદ સ્થાનિક આતંકવાદી વિરોધી દળ 'રાડા'એ મોરચો સંભાળતા કાર્યવાહી શરૂ કરી દીધી હતી.

salman abedi

આત્મઘાતી હુમલાખોરનું નામ સલમાન અબેદી

ઉપલબ્ધ જાણકારી અનુસાર, માનચેસ્ટર અરેનામાં અમેરિકન પૉપ સિંગર એરિયાના ગ્રાંડેના કોન્સર્ટમાં 22 વર્ષીય સલમાન અબેદીએ આત્મઘાતી હુમલો કર્યો હતો. આ હુમલાથી સમગ્ર બ્રિટનને આઘાત લાગ્યો હતો. બ્રિટન પોલીસે તુરંત કાર્યવાહી હાથ ધરી હતી અને શરૂઆતની તપાસમાં જ પોલીસે આત્મઘાતી હુમલાની શંકા વ્યક્ત કરી હતી. પોલીસ સાથે જ સ્થાનિક આતંક વિરોધી દળ 'રાડા'એ પણ તપાસમાં ઝંપલાવતા ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી. આખરે લીબિયાના ત્રિપોલી ખાતેથી સલમાન અબેદીના ઘરની બહારથી જ પિતા રમાદાન અબેદી અને તેના ભાઇની ધરપકડ કરવામાં આવી હતી.

આત્મઘાતી હુમલાખોર સલમાન અબેદીનો જન્મ વર્ષ 1994માં માન્ચેસ્ટરમાં જ થયો હતો, તેના માતા મૂળ લીબિયાના જ હતા, જે રેફ્યૂજી તરીકે બ્રિટન આવ્યા હતા. અબેદીનો અભ્યાસ માનચેસ્ટરમાં થયો હતો, અભ્યાસ બાદ તે એક બેકરીમાં કામ કરતો હતો. અધિકારીઓએ આપેલ જાણકારી અનુસાર, છેલ્લા એક વર્ષમાં અબેદીએ જે દેશોની મુલાકાત લીધી હતી, તેમાં લીબિયાનો પણ સમાવેશ થતો હતો. સલમન અબેદી અલકાયદા સાથે સંકળાયેલો હોવાની પણ જાણકારી મળી રહી છે, હાલ તપાસની ટુકડી આગળની કાર્યવાહીમાં વ્યસ્ત છે. તપાસ ટુકડીને એવી પણ જાણકારી મળી છે કે, સલમાન અબેદીના પિતા અને ભાઇ આઇએસઆઇએસ સાથે સંકળાયેલા છે, જો કે આ અંગે કોઇ ઠોસ પુરાવા બાદ જ આગળ કાર્યવાહી થઇ શકશે.

English summary
Father and brother of Manchester Bomber arrested from Libya.
Please Wait while comments are loading...