પત્રકારો માટે સીરિયા વિશ્વનો સૌથી ખતરનાક દેશ

ન્યૂયોર્ક, 17 એપ્રિલ: એક અમેરિકન વોચડોગ એજન્સીએ સીરિયાને પત્રકારો માટે વિશ્વનો સૌથી ખતરનાક દેશ ગણાવ્યો છે. પત્રકારોને વણઉકેલાયેલ હત્યાઓના આધારે તૈયાર કરવામાં આવનાર પોતાના વાર્ષિક દંડાભાવ ઈન્ડેક્સમાં તેનો ઉલ્લેખ કર્યો છે. દંડાભાવ ઈન્ડેક્સમાં પત્રકારોની હત્યાના વણઉકેલાયેલા કેસોને દેશની કુલ વસ્તીની ટકાવારીના રૂપમાં જોવામાં આવે છે.

ન્યૂયોર્ક આધારિત કમેટી ટૂ પ્રોટેક્ટ જર્નલિસ્ટ્સ (સીપીજે)ના અનુસાર યુદ્ધ કરતાં જર્જર સીરિયામાં કાર્યરત પત્રકારો માટે તાજેતરમાં સૌથી મોટો ખતરો કાવતરાપૂર્વક કરવામાં આવતી હત્યાના વધતા જતા કેસ છે.

સીપેજીએ કહ્યું 'અપહરણોની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો અને ગોળીબારી તથા સંઘર્ષમાં મૃતકોની સંખ્યામાં વધારો આમ તો સીરિયાને પત્રકારો માટે વિશ્વમાં સૌથી વધુ ખતરનાક દેશ બને છે.' ઈન્ડેક્સમાં ઇરાક પત્રકારોની હત્યાને ઉકેલવામાં નિષ્ફળ રહેવાના લેધે હવે સૌથી ઉપર ટોચ પર છે. વોચડોગ એજન્સી બીજા સ્થાન પર સોમાલિયા અને ફિલીપીન ત્રીજા સ્થાન પર છે.

journalist

સર્વે અનુસાર શરૂઆત (2008)થી જ ઇરાક પત્રકારોની હત્યાના 100 કેસોમાં 100 ટકા દંડમુક્તિના લીધે યાદીમાં ટોચ પર છે. સીપીજેના અનુસાર સર્વેક્ષણ શરૂ થયા બાદ ઇરાકમાં 2012 એવું પ્રથમ વર્ષ હતું જ્યારે પોતાના કામ દરમિયાન પત્રકારોના મોતનો કોઇ કેસ સામે આવ્યો ન હતો પરંતુ 2013માં 10 પત્રકારોના મોત થયા જેમાં 9 હત્યાઓ કરવામાં આવી.

સોમાલિયામાં પણ 2013માં ચાર પત્રકારોની હત્યા થઇ. જે દેશમાં પાંચ અથવા તેથી વધુ વણઉકેલાયેલા કેસ હોય છે તેમને જ આ યાદીમાં સામેલ કરવામાં આવે છે. આ વર્ષે 13 દેશ આ યાદીમાં છે જ્યારે ગત વર્ષે 12 દેશ જ હતા. વોચડોગ એજન્સીના અનુસાર પીડિતોમાં 96 ટકા સ્થાનિક રિપોર્ટર હોય છે જે ત્યાં રાજકારણ, યુદ્ધ અથવા ભ્રષ્ટાચાર વિરૂદ્ધ રિપોર્ટિંગ કરતા હોય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X