સીરિયામાં સેના સાથેના સંઘર્ષમાં 111 વિદ્રોહીઓ ઠાર મરાયા

સરકારી એફ એફ રેડિયો, શામ એફએમના અહેવાલ અનુસાર, સીરિયાઇ સેનાએ લતાકિયાના ગ્રામીણ વિસ્તાર અલ-નાબી યુનુસમાં ઘુષણખોરી કરવાના પ્રયત્નો કરી રહેલા 11 વિદ્રોહીઓ ઠાર માર્યા હતા. આ સંઘર્ષમાં સેનાના એક જવાનનું પણ મોત નિપજ્યું છે.
સેનાને અલેપ્પોમાં કાસ્તલ હારામી વિસ્તારમાં શનિવારે ચલાવાયેલા એક મહત્વપૂર્ણ અભિયાનમાં 80 અને અલેપ્પોના બાબ અલ હદીદ વિસ્તારમાં 20 વિદ્રોહીને ઠાર મારવામાં આવ્યા છે.
અલેપ્પો સીરિયા સેના અને વિદ્રોહી સંગઠન ફ્રી સીરિયન આર્મીના સંઘર્ષના મુખ્ય કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે. વિદ્રોહી છેલ્લા ઘણા મહિનાથી સીરિયાના ઉત્તર વિસ્તારમાં નિયંત્રણ સ્થાપિત કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.












Click it and Unblock the Notifications
