તાલિબાનોના આતંકવાદીઓએ કાબુલના અમ્યુઝમેન્ટ પાર્કમાં મસ્તી કર્યા બાદ લગાવી દીધી આગ, જુઓ વીડિયો
અફઘાનિસ્તાન અધિગ્રહણ બાદ તાલિબાનના આતંકવાદીઓએ કાબુલના એક અમ્યુઝમેન્ટ પાર્કમાં આગ લગાવીને સ્વાહા કરી દીધુ છે.
કાબુલઃ અફઘાનિસ્તાન પર તાલિબાને કબજો જમાવી લીધો છે. અફઘાનિસ્તાન અધિગ્રહણ બાદ તાલિબાનના આતંકવાદીઓએ કાબુલના એક અમ્યુઝમેન્ટ પાર્કમાં આગ લગાવીને સ્વાહા કરી દીધુ છે. આ એ જ પાર્ક છે જેમાં પર કબજા બાદ તાલિબાન લડાકુઓનો બંપર કારોની સવારી કરતો અને મસ્તી કરતો વીડિયો વાયરલ થયો હતો. વળી, હવે જે બીજો નવો વીડિયો સામે આવ્યો છે જેમાં દેખાઈ રહ્યુ છે કે તેને તાલિબાનોએ આગના હવાલે કરી દીધુ છે. જે વીડિયો સામે આવ્યો છે તેમાં આ પાર્ક આગની લપેટોમાં રાખ થતુ દેખાઈ રહ્યુ છે.

તમને જણાવી દઈએ કે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર કબજો કર્યા બાદ તાલિબાન લડાકુઓ મનોરંજન પાર્કમાં સવારીનો આનંદ લેતા દેખાયા. તાલિબાન આતંકીવાદીઓનો આ ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયો હતો. જેમાં તાલિબાની લડાકુઓ હાથમાં હથિયાર લઈને ઈલેક્ટ્રીક કારોની સવારી કરતા દેખાયા હતા. અમુક બંપર કારો પરસ્પર ટકરાઈ રહી હતી તો અમુક સવારી કરીને મસ્તી કરતા જોવા મળ્યા હતા.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા લેટેસ્ટ વીડિયોમાં એક આખુ મનોરંજન પાર્ક રાતે આખા વિસ્તારમાં આગની લપેટોથી સળગતુ દેખાઈ રહ્યુ છે. વીડિયો શેર કરનાર એક ટ્વિટર ઉપયોગકર્તાએ દાવો કર્યો છે કે આ ક્લિપ શેબરઘનના બોખડી મનોરંજન પાર્કની છે. ટ્વિટર યુઝરે આગળ કહ્યુ કે મનોરંજન પાર્કને સળગાવવા માટે તાલિબાન દ્વારા ઉદ્ધત કારણ એ છે કે પાર્કની અંદર મૂર્તિઓ છે જે ઈસ્લામી પ્રથાઓની વિરુદ્ધ છે.
અફઘાનિસ્તાન અને ખાસ કરીને કાબુલથી આવતા વીડિયો અને ફોટા દેશને અરાજકતા તરફ ધકેલતા દેખાય છે. જ્યારે તાલિબાને પોતાના હુમલાના સપ્તાહની અંદર સત્તા પર કબજો કરી લીધો અને રાષ્ટ્રપતિ અશરફ ગની દેશમાંથી ભાગી ગયા. રવિવારે તાલિબાનના કાબુલમાં પ્રવેશ કર્યા બાદ હતાશ અફઘાનોએ વિદ્રોહીઓના કટ્ટરપંથી શાસનથી બચવા માટે અંતિમ પ્રયત્નો કર્યા અને સોમવારે કાબુલ એરપોર્ટ પર પહોંચ્યા. કાબુલ એરપોર્ટ પર બધુ અસ્ત-વ્યસ્ત થઈ ગયુ કારણકે હજારો લોકએ અમુક ઉડાનોમાં સવાર થવાની કોશિશ કરી જે હજુ પણ ચાલુ છે.
The Bokhdi Amusement Park was set on fire by Taliban insurgents in Begha, Sheberghan. The reason is that the statues/idols standing there are in Public access Idols are illegal in Islam, This is the logic of the Taliban's brutal emirate. The homeland is occupied.#Afghanistan pic.twitter.com/MBuYsQQbxk
— Ihtesham Afghan (@IhteshamAfghan) August 17, 2021
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
