For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નેપાળમાં થયો ગમખ્વાર અકસ્માત, 13 લોકોના મોત 20થી વધુ ઘાયલ

નેપાળના કાવરેપાલચોક જિલ્લામાં એક માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા 13 લોકોના મોત થયા છે. કાવરેપાલચોક એસપીએ ANIને જણાવ્યું કે આ તમામ લોકો ધાર્મિક કાર્યક્રમમાંથી પરત ફરી રહ્યા હતા. આ લોકોને લઈ જતી બસ સાંજે સાડા છ વાગ્યે અકસ્માતન

|
Google Oneindia Gujarati News

નેપાળના કાવરેપાલચોક જિલ્લામાં એક માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા 13 લોકોના મોત થયા છે. કાવરેપાલચોક એસપીએ ANIને જણાવ્યું કે આ તમામ લોકો ધાર્મિક કાર્યક્રમમાંથી પરત ફરી રહ્યા હતા. આ લોકોને લઈ જતી બસ સાંજે સાડા છ વાગ્યે અકસ્માતનો ભોગ બની હતી. આ અકસ્માતમાં 20 લોકો ઘાયલ થયા છે. ઘાયલ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Accident

ઘટના અંગે માહિતી આપતા કાવરેપાલચોકના એસપીએ એજન્સીને જણાવ્યું કે, 'ધાર્મિક સમારોહ માટે આવેલા લોકોને લઈને જઈ રહેલી બસને સ્થાનિક સમય અનુસાર સાંજે લગભગ 6.30 વાગ્યે અકસ્માત નડ્યો હતો. 20 લોકો ઘાયલ થયા હતા અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.જોકે, હાલ આ મામલે વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.

ભારતમાં પણ થયા અકસ્માત

ભારતમાં પણ મંગળવારે માર્ગ અકસ્માતમાં અનેક લોકોના મોત થયા છે. ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરીમાં બસ પલટી જતાં મોટરસાઇકલ સવાર ત્રણ લોકોના મોત થયા છે જ્યારે 12 લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત જિલ્લાના નિગાસન કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારના ટાકિયા વોટર બોડી પાસે થયો હતો. પોલીસે જણાવ્યું હતું કે, ખાનગી બસ, જે ખૂબ જ ઝડપે દોડી રહી હતી, તેણે મોટરસાઇકલ સવાર ત્રણ લોકોને કચડી નાખ્યા હતા અને રસ્તા પર ઉભેલા ઘણા દ્વિચક્રી વાહનોને ટક્કર માર્યા બાદ પલટી મારી ગઈ હતી. બસ પલટી જતાં 12 જેટલા મુસાફરો ઘાયલ થયા હતા.

ઢાખરવા પોલીસે જણાવ્યું કે મૃતકોની ઓળખ વિશાલ ઉર્ફે વીરુ (30), મુકેશ (26) અને મોનુ (15) તરીકે થઈ છે. ઘટના બાદ ખેરી જિલ્લા મેજિસ્ટ્રેટ મહેન્દ્ર બહાદુર સિંહ, ખેરીના પોલીસ અધિક્ષક સંજીવ સુમન અને અન્ય અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને અકસ્માતમાં ત્રણ લોકોના મોતની પુષ્ટિ કરી હતી. તેમણે કહ્યું કે ઘાયલોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. અકસ્માત બાદ બસ ચાલક ફરાર થઈ ગયો છે.

જમ્મુ કાશ્મીરમાં ખાઇમાં પડી કાર

જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં મંગળવારે એક નિવૃત્ત સરકારી અધિકારી અને તેમની પત્નીનું મૃત્યુ થયું જ્યારે તેમની કાર રસ્તા પરથી લપસીને ઊંડી ખીણમાં પડી ગઈ. એક અધિકારીએ આ માહિતી આપી. અધિકારીએ જણાવ્યું કે મંગત રામ (62) અને તેમની પત્ની શકુંતલા દેવી (58) ગંડોહ સ્થિત તેમના નિવાસસ્થાનથી જમ્મુ જઈ રહ્યા હતા. તેમણે જણાવ્યું કે આ દરમિયાન આ અકસ્માત જાઠી ગામ પાસે થયો હતો.

English summary
Terrible Accident in Nepal, 13 people died and more than 20 injured
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X