પાકિસ્તાન સ્ટૉક એક્ચચેન્જમાં આતંકવાદી હુમલો, 2ના મોત, 4 આતંકી પણ ઠાર મરાયા

સોમવારે પાકિસ્તાનના કરાંચી સ્થિત સ્ટૉક એક્સચેન્ડ પર થયેલા આતકી હુમલામાં બે લોકોના મોત થઈ ગયા

આતંકી સંગઠનોના મદદગાર પાકિસ્તાન એક વાર ફરીથી આતંકી ષડયંત્રનો શિકાર બન્યા છે. સોમવારે પાકિસ્તાનના કરાંચી સ્થિત સ્ટૉક એક્સચેન્ડ પર થયેલા આતકી હુમલામાં બે લોકોના મોત થઈ ગયા જ્યારે ઘણા ઘાયલ જણાવવામાં આવી રહ્યા છે. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ મુજબ બિલ્ડીંગમાં બધા લોકોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે. આ દરમિયાન સુરક્ષાબળોએ પણ ત્યાં આતંકીઓ સામે સર્ચ ઑપરેશન શરૂ કર્યુ. જેમાં અત્યાર સુધીમાં ચારે આતંકી માર્યા ગયા છે.

Pakistan Stock Exchange

પાકિસ્તાની મીડિયા મુજબ સોમવારે સવારે હથિયારધારી ચાર આતંકી સ્ટૉક એક્સચેન્જની બિલ્ડીંગમાં ઘૂસી ગયા. ત્યારબાદ તેમણે ત્યાં અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધુ. જેમાં અત્યાર સુધી બે લોકોના મોત થયા છે જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. વળી, આતંકીઓએ મેઈન ગેટ પર ગ્રેનેડ પણ ફેંક્યો. જેનાથી સુરક્ષાબળોના ઘણા જવાન ઘાયલ થઈ ગયા. ઘટના સ્થળે પાકિસ્તાની રેંજર્સે મોરચો સંભાળી લીધો છે. સાથે જ ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં આવી રહ્યા છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ સુરક્ષાબલોની પહેલી પ્રાથમિકતા બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની હતી જે કામ હવે પૂરુ થઈ ગયુ છે. આ સાથે જ સુરક્ષાબળોએ ચારેઆતંકીઓને વળતી કાર્યવાહીમાં ઠાર માર્યા છે. સ્ટૉક એક્સચેન્જના કારણે આસપાસના વિસ્તારમાં પણ ઘણી ભીડ રહે છે જેના કારણે કરાંચી પોલિસ એ વિસ્તારોને પણ ખાલી કરાવી રહી છે. હજુ સુધી કોઈ સંગઠને આની જવાબદારી લીધી નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X