Thailand Earthquake : ભૂકંપને કારણે બેંગકોકમાં ઇમરજન્સી જાહેર, જાણો શું હોય છે સ્ટેટ ઓફ ઈમરજન્સી?
Thailand Earthquake : થાઇલેન્ડ અને મ્યાનમારમાં ભયાનક ભૂકંપના કારણે ભારે નુકસાન થયું છે. રિક્ટર સ્કેલ પર 7.7ની તીવ્રતાવાળા આ ભૂકંપનું કેન્દ્ર મ્યાનમારમાં હતું, જેની સૌથી વધુ અસર થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં જોવા મળી છે.
થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં 1.70 કરોડથી વધુ લોકો વસવાટ કરે છે. બપોરે 1.30 વાગ્યાની આસપાસ આવેલા આ ભૂકંપના કારણે ભારે નાસભાગ જોવા મળી.

ભૂકંપના કારણે થાઇલેન્ડ અને મ્યાનમારમાં ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે, જેનાથી ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. મ્યાનમારના 6 રાજ્યો અને પ્રદેશોમાં કટોકટી જાહેર કરાઈ છે તો થાઇલેન્ડના વડાપ્રધાન પટોંગટાર્ન શિનાવાત્રાએ બેંગકોકમાં કટોકટીની ઘોષણા કરી છે.
સ્ટેટ ઓફ ઈમરજન્સી ક્યારે લાગુ કરાય?
- કુદરતી આફત (ભૂકંપ, પૂર, સુનામી) પર કાબૂ મેળવવો મુશ્કેલ બને
- સરકારનું વહીવટી તંત્ર નિષ્ફળ જાય
- કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડી જાય
- સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ અપર્યાપ્ત સાબિત થાય
કટોકટીની સ્થિતિમાં સેના અને બચાવ દળોને તૈનાત કરાય છે અને તમામ તાકાત રાહત અને બચાવ કામગીરીમાં લગાવી દેવામાં આવે છે. આ સિવાય જરૂર પડે તો મીડિયા અને ઈન્ટરનેટ પર નિયંત્રણ લાદી શકાય છે. જરૂરીયાત અનુસાર નાગરિકોની અવરજવર પર પ્રતિબંધ મૂકાય છે.












Click it and Unblock the Notifications
