થાઈલેન્ડ શૂટઆઉટ પહેલી ઘટના નથી, આ પહેલા પણ આ 5 મોટા શૂટઆઉટ થઈ ચુક્યા છે!
ગન કલ્ચરને કારણે અમેરિકા સહિતના દેશોમાં અનેક લોકોના મોત થયા છે. હાલમાં જ થાઈલેન્ડમાં ગોળીબારમાં 35 જેટલા લોકોના મોત થયા છે. સૌથી મોટી વાત એ છે કે આ પહેલી વખત નથી જ્યાં આટલા લોકોના મોત થયા હોય.
ગન કલ્ચરને કારણે અમેરિકા સહિતના દેશોમાં અનેક લોકોના મોત થયા છે. હાલમાં જ થાઈલેન્ડમાં ગોળીબારમાં 35 જેટલા લોકોના મોત થયા છે. સૌથી મોટી વાત એ છે કે આ પહેલી વખત નથી જ્યાં આટલા લોકોના મોત થયા હોય. અહીં હુમલો કરનાર વ્યક્તિએ તેના પરિવારની પણ હત્યા કરી હતી અને એ બાદ ખૂદ આત્મહત્યા કરી લીધી. આજે આપણે દુનિયાની 5 ખૌફનાક ગોળીબારની ઘટનાઓ વિશે વાત કરીશું.

બેલસાન - રશિયા
સપ્ટેમ્બર 2004 માં રશિયન શહેર બેસલાનમાં એક શાળાને આતંકવાદીઓ દ્વારા નિશાન બનાવવામાં આવી હતી. આ આતંકવાદી હુમલામાં આતંકવાદીઓએ ત્રણ દિવસ સુધી સ્કૂલને ઘેરી લીધી હતી. આ આતંકવાદી હુમલામાં 330 થી વધુ લોકો માર્યા ગયા હતા, જેમાં મોટાભાગના બાળકો હતા. આતંકવાદીઓએ જાણીજોઈને બાળકોને નિશાન બનાવ્યા.

ગેરિસા યુનિવર્સિટી કોલેજ - કેન્યા
3 એપ્રિલ 2015 ના રોજ અલ-કાયદા સાથે સંકળાયેલ ઇસ્લામિક આતંકવાદી જૂથ અલ-શબાબે કેન્યાની ગેરિસા યુનિવર્સિટી કોલેજ પર હુમલો કર્યો હતો. આતંકવાદીઓએ કોલેજ પર ગોળીબાલ કરી હુમલો કર્યો હતો. આ હુમલામાં 147 લોકોના મોત થયા હતા, જ્યારે 79 લોકો ઘાયલ થયા હતા. જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ સામેલ હતા. પાછળથી તપાસમાં જાણવા મળ્યું કે આતંકવાદીઓ ખ્રિસ્તીઓને નિશાન બનાવી રહ્યા હતા અને મુસ્લિમોને ત્યાંથી જવા દેતા હતા.

પેશાવર - પાકિસ્તાન
પાકિસ્તાનના પેશાવરમાં 16 ડિસેમ્બર 2014ના રોજ મોટો આતંકવાદી હુમલો થયો હતો. પેશાવરની આર્મી પબ્લિક સ્કૂલ પર આતંકીઓએ હુમલો કર્યો હતો અને ગ્રેનેડ અને એડવાન્સ રાઈફલ સાથે સ્કૂલમાં આવ્યા હતા. આ આતંકવાદી હુમલામાં કુલ 150 લોકોના મોત થયા હતા, જેમાં 134 વિદ્યાર્થીઓ સામેલ હતા.

મામુડો ગામ - નાઈજીરીયા
6 જુલાઈ 2013 ના રોજ કેટલાક આતંકવાદીઓએ નાઈજીરીયાના યોબે રાજ્યના મામુડો ગામમાં એક સરકારી શાળા પર ગોળીબાર કર્યો હતો. આ આતંકવાદી હુમલામાં 42 લોકોના મોત થયા હતા, જેમાં મોટાભાગના બાળકો હતા.

ટેક્સાસ - અમેરિકા
24 મે 2022 ના રોજ યુએસએના ટેક્સાસની એક શાળામાં ગોળીબાર થયો હતો. ફાયરિંગમાં 19 બાળકો અને 3 અન્ય લોકોના મોત થયા હતા. બંદૂકધારી બંદૂક અને રાઇફલ સાથે ઉવાલ્ડેની રાબ પ્રાથમિક શાળામાં પ્રવેશ્યો હતો.












Click it and Unblock the Notifications
