For Daily Alerts
Video: આ મસાજ પાર્લરમાં હાથીઓ કરે છે માણસોનું મસાજ
નવી દિલ્હી, 31 જાન્યુઆરી: નીચે આપવામાં આવેલી તસવીર જોઇને દંગ રહી ગયા હશો. આપની આંખો ફાટીને ફાટી રહી ગઇ હશે અને આપના મોઢામાંથી ચીસ નીકળી ગઇ હશે. એક પાતળી સળી જેવી યુવતી પર 7500 કિલોના હાથીને ચડતો જોઇને આપ વિચારવા પર મજબૂર થઇ ગયા હશો કે યુવતી હાથીએ પગથી દબઇને મરી ગઇ હશે, પરંતુ આપને જણાવી દઇએ કે એવું કંઇ પણ નથી.
જે હાથીથી મોટા મોટા ખૂંખાર જાનવર દૂર રહે છે તેના પગની નીચે આ મહિલા ખુશ દેખાઇ રહી છે. ખરેખર દુનિયામાં એક એવી જગ્યા પણ છે જ્યાં લોકો ખુશી ખુશી હાથીયોના ભારે ભરખમ પગની નીચે આવવાનું પસંદ કરે છે. એ પણ જાણી લો કે કોઇ રિવાઝ નથી પરંતુ આ તમામ લોકો હાથીના પગ નીચે સુવાનો શોખ ધરાવે છે. હા આ થાઇલેન્ડમાં માલિશ કરાવવાની એક અનોખી રીત છે.
અત્રે લોકો હાથીયોથી બોડી મસાજ કરાવે છે. એક કતારમાં ઘણા બધા લોકો ખુલ્લામાં ચટાઇ પર સૂઇ જાય છે અને એકપછી એક હાથી આવીને તેમનો મસાજ કરે છે. ક્યારેક પગથી તો ક્યારેક સૂડથી. આ પ્રકારના મસાજ થાઇલેન્ડની કોહ સમુઇ આઇલેન્ડમાં કરવામાં આવે છે. આ થાઇલેન્ડની બીજું સૌથી મોટું આઇલેન્ડ છે. અત્રે દૂર દૂરથી પ્રવાસીઓ આ પ્રકારના મસાજનો આનંદ લે છે.
વીડિયોમાં જુઓ શું થયું જ્યારે 65 કિલોના માણસ પર ચડી ગયો 7500 કિલોનો હાથી...