કેન્દ્ર સરકારે હાફિઝ સૈયદના બનેવી સહિત 18 લોકોને આતંકવાદી ઘોષિત કર્યા
કેન્દ્ર સરકારે હાફિઝ સૈયદના બનેવી સહિત 18 લોકોને આતંકવાદી ઘોષિત કર્યા
નવી દિલ્હીઃ ભારતમાં આતંકવાદના ખાત્માને લઈ પ્રતિબદ્ધ કેન્દ્ર સરકારે આજે 27 ઓક્ટોબરે યૂએપીએ એક્ટ 1967 (2019માં સંશોધિત) અંતર્ગત 18 લોકોને આતંકવાદી ઘોષિત કર્યા છે. મંગવારે નામોની ઘોષણા કરતાં ગૃહ મંત્રાલયે કહ્યું કે કેન્દ્ર સરકાર આતંકવાદ વિરુદ્ધ પોતાની ઝીરો ટોલરેન્સની નીટિ પર સંપૂર્ણ પણે કાયમ છે. ગૃહ મંત્રાલયે જણાવ્યું, રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત કરવા અને આતંકવાદને સહન ન કરવાની અમારી પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા સરકારે UAPA Act 1967 (2019માં સંશોધિત)ના પ્રાવધાનો અંતર્ગત અઢાર વ્યક્તિઓને નામિત આતંકવાદી ઘોષિત કર્યા છે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે આતંકવાદથી નિપટવા માટે કેટલાય મોટાં પગલાં ભર્યાં છે, ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ આતંકવાદીઓની યાદીમાં પાકિસ્તાન સ્થિત આતંકવાદી સામેલ છે. જેમાં 26/11 મુંબઈ હુમલાના આરોપી લશ્કરના યૂસુફ મુજમ્મિલ, અબ્દુર રહમાન મક્કી- લશ્કર ચીફ હાફિઝ સૈયદના બનેવી, 1999માં કંધાર IC-814 અપહરણકર્તા યૂસુફ અઝહર, બૉમ્બે બ્લાસ્ટના માસ્ટર માઈન્ડ ટાઈગર મેમણ સહિત અંડર વર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના નજીકના છોટા શકીલ, હિજ્બુલ મુજાહિદ્દીનના મુખ્યા સૈયદ સલાહુદ્દીન અને ઈન્ડિયન અને ઈન્ડિયન મુજાહિદ્દીનના ભટકલ બંધુઓના નામ પણ સામેલ છે.
જુલાઈ 2019માં પાસ થયું હતું બિલ
જણાવી દઈએ કે આતંકવાદની કમર તોડવા માટે ગૃહમંત્રી અમિત શાહે બિનકાનૂની ગતિવિધિ (અટકાયત) સંશોધન બિલ, 2019ને પાછલા વર્ષે જુલાઈમાં લોકસભામાં રજૂ કર્યું હતું. આ બિલને 24 જુલાઈએ જ લોકસભાથી મંજૂરી મળી ગઈ હતી. જણાવી દઈએ કે આ બિલ બિનકાનૂની ગતિવિધિ (અટકાયત) એક્ટ, 1967માં સંશોધન બાદ પાસ થયું હતું. કેન્દ્રની મોદી સરકારે જૂના એક્ટમાં કેટલાક બદલાવ કર્યા હતા જેથી આતંકી અને નક્સલવાદી ગતિવિધિઓ પર કાબૂ અને ભારત વિરુદ્ધ થઈ રહેલી આતંકી ગતિવિધિઓ સામે કડકાઈથી નિપટી શકાય.
-
માર્ચ મહિનાની શરૂઆત સાથે જ હિટવેવની આગાહી, આ જિલ્લાઓમાં વાતાવરણ બગડશે -
India vs England: ઈંગ્લેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
IND vs NZ Final: ક્યારે, ક્યાં અને કેટલા વાગ્યે શરૂ થશે ફાઈનલ મેચ, નોંધી લો તારીખ અને સમય -
ગુજરાતના 50% થી વધુ સ્ટાર્ટઅપ બહેનો દ્વારા સંચાલિત: CM ભૂપેન્દ્ર પટેલ -
સુરત એરપોર્ટ પર નકલી પાસપોર્ટ સાથે એક વ્યક્તિ ઝડપાયો -
સુરતમાં 1400 કિલો નકલી પનીરનો જથ્થો ઝડપાયો -
Gold Rate Today: ધૂળેટીના દિવસે ઘટ્યા સોનાના ભાવ, જાણો લેટેસ્ટ કિંમત -
IND vs ENG: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ, જાણો ક્યાં જોઈ શકાશે LIVE -
Gujarat Weather: રાજ્યમાં ગરમીનું જોર વધવાની હવામાન વિભાગે કરી મોટી આગાહી -
Earthquake: દાહોદ અને ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, જાણો કેટલી હતી તીવ્રતા -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત -
Western Railway: અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે બે સ્પેશિયલ ટ્રેન, જાણો સંપૂર્ણ વિગત









Click it and Unblock the Notifications
