For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોનાને કારણે 1956 બાદ પહેલીવાર નોબેલ પુરસ્કાર સમારોહ રદ્દ થયો

કોરોનાને કારણે 1956 બાદ પહેલીવાર નોબેલ પુરસ્કાર સમારોહ રદ્દ થયો

|
Google Oneindia Gujarati News

સ્વીડનઃ દુનિયાભરમાં ફેલાઇ રહેલ કોરોના વાયરસ સંક્રમણને કારણે નોબેલ પુરસ્કાર સમાહોર 64 વર્ષમાં પહેલીવાર રદ્દ કરાયો છે. આ સમારોહ પરંપરાગત રૂપે નોબેલ સપ્તાહના અવસર પર આયોજિત થાય છે, જ્યારે પ્રતિષ્ઠિત પુરસ્કારના વિજેતાઓને વાર્તા અને પુરસ્કાર સમારોહ માટે સ્વીડનની રાજધાની સ્ટૉકહોમમા આમંત્રિત કરવામા આવે છે. જો કે 2020 માટે નોબેલ પુરસ્કાર વિજેતાના નામની ઘોષણા નહી કરાય. પરતુ આ વખતે સમારોહનું આયોજન નહિ થાય. આ સમારોહ 10 ડિસેમ્બરે આયોજિત કરવામાં આવે છે.

nobel

અગાઉ વર્ષ 1956માં આ સમારોહ રદ્દ કરાયો હતો. તે સમયે સોવિયેત સંઘમાં થઇ રહેલ વિરોધ પ્રદર્શનને કારણે આ સમારોહ રદ્દ કરાયો હતો. અગાઉ આ સમારોહ પ્રથમ અને દ્વિદિય વિશ્વ યુદ્ધના સમયે પણ રદ્દ થયો હતો. આ પુરસ્કાર નોબેલ ફાઉંડેશન દ્વારા સ્વીડનના વૈજ્ઞાનિક આલ્ફ્રેડ નોબેલની યાદમાં વર્ષ 1901માં શરૂ કરાયો હતો. શાંતિ, સાહિત્ય ભૌતિક, રસાયણ, ચિકિત્સા વિજ્ઞાન અને અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં વિશ્વનો આ સૌથી શ્રેષ્ઠ પુરસ્કાર છે.

સ્થાનિક અખબાર સાથેની વાતચીતમાં નોબેલ ફાઉન્ડેશનના ચેરમેન લાર્સ હેકેંસ્ટીને કહ્યું કે, બે પરેશાનીઓ છે. તમે વધુ સખ્યામાં લોકોને એક સાથે એકઠા નથી કરી શકતા અને લોકો સ્વીડન સુધી યાત્રા કરવા માંગે છે કે નહિ તે સુનિશ્ચિત કરવું પડશે. આ વર્ષે પણ nobelprize.org પર આવા પ્રકારની ઘોષણા કરવામાં આવશે. ફાઉન્ડેશનનું કહેવું છે કે સામાન્ય રીતે પુરસ્કાર વિજેતા પુરસ્કાર સમારોહમાં સ્ટૉકહોમના સિટી હૉલમાં સ્વીડિશ શાહી પરિવાર અને 1300 મહેમાનો સાથે ભોજ માટે સામેલ થાય છે. પરંતુ આ વખતે આવું નહિ થાય.

હેકેંસ્ટીને જણાવ્યું કે પુરસ્કારોની ઘોષણા 5થી 12 ઓક્ટોબર વચ્ચે કરવામાં આવશે. જણાવી દઇએ કે કોરોના વાયરસના કાણે વધુ લોકો એક સ્થળે એકત્ર ના થઇ શકે. વધુ લોકોએ એકઠા થવાથી વાયરસ ફેલાવવાનો ખતરો વધી જાય છે.

Gold Rate: સોનું 50 હજારને પાર, ચાંદીએ પણ રેકોર્ડ તોડ્યો, જાણો ભાવ વધારાના કારણGold Rate: સોનું 50 હજારને પાર, ચાંદીએ પણ રેકોર્ડ તોડ્યો, જાણો ભાવ વધારાના કારણ

English summary
The first Nobel Prize ceremony since 1956 was canceled
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X