For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નોકરાણીએ સૌની નજર ચૂકવી રચ્યો એવો ખેલ, કે માલિકના ઉડી ગયા હોશ

સંયુક્ત આરબ અમીરાતમાં એક નોકરાણીએ એવી ગેમ કરી કે તેના માલિકના હોશ ઉડી ગયા હતા. નોકરાણીએ માલિકના ઘરના સભ્યોને જાણ કર્યા વિના ઘણા બધા આંતરરાષ્ટ્રીય કોલ કર્યા હતા, જ્યારે બિલ આવ્યું, ત્યારે બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

|
Google Oneindia Gujarati News

અબુધાબી : સંયુક્ત આરબ અમીરાતમાં એક નોકરાણીએ એવી ગેમ કરી કે તેના માલિકના હોશ ઉડી ગયા હતા. નોકરાણીએ માલિકના ઘરના સભ્યોને જાણ કર્યા વિના ઘણા બધા આંતરરાષ્ટ્રીય કોલ કર્યા હતા, જ્યારે બિલ આવ્યું, ત્યારે બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ખરેખર, આરોપી યુએઈ નોકરી માટે બીજા દેશમાંથી આવી હતી.

તે તેના બોસના લેન્ડલાઈન પરથી છૂપી રીતે હાઉસ કોલ કરતી હતી. તેણે 2,554 દિરહામ (52 હજાર 500 રૂપિયાથી વધુ)ના આંતરરાષ્ટ્રીય કોલ કર્યા હતા.(તસવીર પ્રતિકાત્મક છે)

પીડિતાના પરિવારજનોએ કરી અરજી

પીડિતાના પરિવારજનોએ કરી અરજી

ખલીજ ટાઈમ્સના અહેવાલ મુજબ, કોર્ટના દસ્તાવેજો જણાવે છે કે, ઘરના માલિકે નોકરાણી વિરુદ્ધ શહેરની કોર્ટમાં કેસ દાખલ કર્યો છે.

ઘરમાલિક તેની ફરિયાદમાંજણાવ્યું હતું કે, નોકરાણી ઘરના લેન્ડલાઈન ફોનનો ઉપયોગ કરતી હતી અને તેની સંમતિ અને જાણ વિના આંતરરાષ્ટ્રીય કોલ્સ કરતી હતી.

મહિલાએ કહ્યું કે, આ માટેતેને 3 હજાર દિરહામ એટલે કે લગભગ 62 હજાર રૂપિયા આપવામાં આવે.

નોકરાણીને જાણ થતા જ ભાગી ગઈ

નોકરાણીને જાણ થતા જ ભાગી ગઈ

યુએઈની મહિલાએ કોર્ટને એમ પણ જણાવ્યું કે, નોકરાણી તેના ઘરેથી ભાગી ગઈ હતી અને જતા પહેલા તેણે રસોડાના વાસણો તોડી નાખ્યા હતા, જેની કિંમત 2 હજારદિરહામ અથવા 41 હજારથી વધુ હતી. મહિલાએ કોર્ટને વિનંતી કરી હતી કે, તેને નોકરાણી પાસેથી પણ આ રકમ મળવી જોઈએ.

આ સાથે મહિલાએ કોર્ટમાં જણાવ્યું હતુંકે, નોકરાણીએ તેને નૈતિક અને આર્થિક નુકસાન પહોંચાડ્યું છે, તેથી તેણે તેને વળતર તરીકે 5 હજાર દિરહામ એટલે કે, એક લાખ રૂપિયાથી વધુ ચૂકવવા જોઈએ.

થોડા સમય માટે કામ કર્યું

થોડા સમય માટે કામ કર્યું

પીડિત મહિલાએ કોર્ટમાં જણાવ્યું કે, નોકરાણી તેના ઘરમાં થોડો સમય કામ કરતી હતી. વિદેશી મહિલા કોઈની જાણ વગર તેના ઘરે ઈન્ટરનેશનલ કોલ કરતી હતી. જેનુંબિલ 52 હજાર 500 રૂપિયા સુધી પહોંચી ગયું હતું. તેણે કોર્ટમાં કંપનીના ફોન બિલની કોપી પણ રજૂ કરી હતી. મહિલાએ કહ્યું કે, નોકરાણી ટેલિફોન બિલ ચૂકવ્યા વિનાજ ભાગી ગઈ છે.

કોર્ટે શું આપ્યો નિર્ણય?

કોર્ટે શું આપ્યો નિર્ણય?

સમગ્ર કેસની તપાસ કર્યા બાદ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે, ટેલિકોમ કંપનીના દસ્તાવેજોના આધારે એ વાતની પુષ્ટિ થાય છે કે, ઘરેલુ ફોનથી કરવામાં આવેલા આંતરરાષ્ટ્રીય કોલના કારણે ટેલિફોન બિલ 52 હજાર 500 રૂપિયા સુધી પહોંચી ગયું હતું. કોર્ટે નોકરાણીને મહિલાના બિલ અને કાયદાકીય ખર્ચ ચૂકવવાનો આદેશઆપ્યો છે.

English summary
The maid made such a game, that the owner became fool.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X