દુનિયાની સૌથી મોંઘી મેચ ટિકિટ, એક ટિકિટના રૂપિયામાં ગાંડી-બંગલો અને ફાર્મ હાઉસ પણ આવી જાય
આઈસીસી દ્વારા વર્લ્ડ કપ માટેની ટિકિટોનું વેચાણ કરવામાં આવી રહ્યું છે અને લોકો હજારો રૂપિયા ચુકવીને ટિકિટ ખરીદી રહ્યા છે. તમને જાણીને નવાઈ લાગશે કે હજારો રૂપિયા તો કંઈ નથી, આ દુનિયામાં સૌથી મોંઘી ટિકિટ કરોડોમાં વેચાઈ છે.
વર્લ્ડ કપની ટિકિટ 50 લાખ રૂપિયામાં વેચાઈ હોવાના અહેવાલ છે ત્યારે દુનિયાની સૌથી મોંધી ટિકિટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તે ક્રિકેટની નહીં પણ અન્ય ગેમની છે.

તમને જાણીને નવાઈ લાગશે કે દુનિયાની સૌથી મોંઘી ટિકિટ ક્રિકેટ કે ફૂટબોલની નહીં પણ બેઝબોલ મેચની વેચાઈ હતી. અહેવાલો અનુસાર, 2016 માં શિકાગો ક્લબ અને ક્લેવલેન્ડ ઈન્ડિયન્સ વચ્ચે રમાયેલી ફાઈનલમાં કેટલીક VVIP ટિકિટોની કિંમત 1.17 મિલિયન સુધી પહોંચી ગઈ હતી. ભારતીય રૂપિયામાં આ કિંમત 9 કરોડ રૂપિયાથી વધુ છે.
બાસ્કેટ બોલને જોવા માટે લોકો મોટી રકમ ચુકવે છે. 2017 માં ક્લેવલેન્ડ કેવેલિયર્સનો ફાઇનલમાં ગોલ્ડન સ્ટેટ વોરિયર્સનો સામનો થયો હતો. આ બંને ટીમો ખૂબ પ્રખ્યાત હતી અને એકબીજાની મોટી હરીફ માનવામાં આવતી હતી. એટલા માટે લોકોએ આ મેચની ટિકિટ માટે 194,232 ડોલરમાં ચુકવી હતી. આ રકમ 1 કરોડ 60 લાખ રૂપિયા સુધી થાય છે.
2013માં NFL ચેમ્પિયનશિપની ફાઇનલમાં બાલ્ટીમોર રેવેન્સની ફ્રાન્સિસ્કો 49ers સામે મેચ હતી. આ હાઈ વોલ્ટેજ મેચની ટિકિટ 175,560 ડોલરમાં વેચાઈ હતી. આ રકમ ભારતીય રૂપિયામાં 1 કરોડ 40 લાખ રૂપિયા થાય છે.
આવી જ રીતે ફૂટબોલ, બેઝબોલ, બાસ્કેટબોલ, ડબલ્યુડબલ્યુઇ, બોક્સિંગ, ફોર્મ્યુલા વન અને આઇસ હોકી જેવી રમતોની ટિકિટના ભાવ પણ લાખોમાં છે. જ્યારે બે સૌથી મોટી ટીમો વચ્ચે ટક્કર હોય ત્યારે કિંમતો અનેક ગણી વધી જાય છે.












Click it and Unblock the Notifications
