For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાનના પાયલોટે મુસાફરી વચ્ચે કહ્યું - મારી શિફ્ટ પૂરી, હવે હું પ્લેન નહીં ઉડાવું

શું તમે ક્યારેય વિચાર્યું છે કે, તમે પ્લેનમાં મુસાફરી કરી રહ્યા છો અને મુસાફરીની વચ્ચે પાયલટે એમ કહીને પ્લેન ઉડાવવાની ના પાડી દીધી કે, તેની જોબ શિફ્ટ થઈ ગઈ છે.

|
Google Oneindia Gujarati News

કરાચી : શું તમે ક્યારેય વિચાર્યું છે કે, તમે પ્લેનમાં મુસાફરી કરી રહ્યા છો અને મુસાફરીની વચ્ચે પાયલટે એમ કહીને પ્લેન ઉડાવવાની ના પાડી દીધી કે, તેની જોબ શિફ્ટ થઈ ગઈ છે. જી હા, સાઉદી અરેબિયાની રાજધાની રિયાદમાં કંઈક આવું જ બન્યું હતું, જ્યાં એક પાકિસ્તાની પાયલટે મુસાફરીની વચ્ચે જ પ્લેન ઉડાડવાની ના પાડી દીધી હતી. પાયલોટે કહ્યું કે, તેની ડ્યુટીનો સમય પૂરો થઈ ગયો છે, તેથી તે હવે પ્લેન ઉડાડશે નહીં. જે બાદ પાયલટ્સમાં ગભરાટ ફેલાયો હતો.

નારાજ મુસાફરોએ ઉતરવાની ના પાડી

નારાજ મુસાફરોએ ઉતરવાની ના પાડી

જ્યારે પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સના પાયલોટે પ્લેન ઉડાડવાની ના પાડી દીધી, તો એરલાઈન્સની સામે સમસ્યા ઉભી થઈ હતી. પ્લેનમાં બેઠેલા મુસાફરોગુસ્સે થઈ ગયા અને આનો વિરોધ કરવા લાગ્યા હતા.

મામલો અહીં જ થાળે પડ્યો નહીં, જ્યારે મુસાફરોને પ્લેનમાંથી ઉતરવાનું કહેવામાં આવ્યું તો તેઓએ પણપ્લેનમાંથી ઉતરવાની ના પાડી દીધી હતી. પાકિસ્તાનના અખબાર ધ એક્સપ્રેસ ટ્રિબ્યુનના રિપોર્ટ અનુસાર, આ ઘટના PK 9754 ફ્લાઇટ સાથે બની છે.

ખરાબ હવામાનને કારણે પ્લેન ઉડી શક્યું નહીં

ખરાબ હવામાનને કારણે પ્લેન ઉડી શક્યું નહીં

પ્લેન જ્યારે રિયાધમાં હતું, ત્યારે ખરાબ હવામાનને કારણે પ્લેનને ટેક ઓફ કર્યા બાદ પરત દમ્મામમાં લેન્ડ કરવું પડ્યું હતું. ફ્લાઈટમાં વિલંબ થવાને કારણે પ્લેનનાકેપ્ટને પ્લેનને ઈસ્લામાબાદ લઈ જવાનો ઈન્કાર કરી દીધો હતો.

પાયલોટે જણાવ્યું હતું કે, તેની ડ્યુટી પૂરી થઈ ગઈ છે, તેથી તે હવે પ્લેન ઉડાડશે નહીં. કેપ્ટનના આવલણથી મુસાફરો પણ નારાજ થયા અને તેઓએ પ્લેનમાંથી ઉતરવાની ના પાડી દીધી હતી. જે બાદ પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે એરપોર્ટ સુરક્ષાને સ્થળ પરબોલાવવી પડી હતી.

પાયલોટની સુવિધાને ધ્યાનમાં રાખીને વ્યવસ્થા કરાઇ

પાયલોટની સુવિધાને ધ્યાનમાં રાખીને વ્યવસ્થા કરાઇ

પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સના પ્રવક્તાએ કહ્યું કે, વિમાનની ઉડાન પહેલા પાઈલટો માટે આરામ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેને ધ્યાનમાં રાખીને વિમાનનીઉડાન માટે વ્યવસ્થા કરવામાં આવી હતી.

પ્રવક્તાએ કહ્યું કે, મુસાફરો રવિવારે રાત્રે 11 કલાકે ઇસ્લામાબાદ પહોંચશે. નોંધનીય છે કે, પાકિસ્તાન ઈન્ટરનેશનલએરલાઈન્સથી સાઉદી માટે કોઈ સીધી ફ્લાઈટ સેવા ન હતી.

ગયા વર્ષે નવેમ્બર મહિનામાં જ આ સેવા શરૂ કરવામાં આવી હતી. PIA હાલમાં ઈસ્લામાબાદ, કરાચી,લાહોર, મુલતાન, પેશાવર અને પાકિસ્તાનના અન્ય શહેરોને હવાઈ સેવા પૂરી પાડે છે.

English summary
The Pakistani pilot said during the journey - my shift is over, now I will not fly the plane.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X