આ છે ઇઝરાયેલની સૌથી ઘાતક મહિલા ફોર્સ, માત્ર 13 યુવતીઓએ હમાસને કચડી નાંખ્યુ
ગાઝામાંથી હમાસના હુમલા બાદ ઇઝરાયેલી સેનાએ ગાઝામાં તબાહી મચાવી છે. આ તબાહી વચ્ચે ઇઝરાયેલની એક ખાસ સેનાની ખુબ ચર્ચા થઈ રહી છે.
હાલમાં જ ખાસ ઇઝરાયેલી ફોર્સે કિબુત્ઝ શહેરને હમાસના આતંકવાદીઓથી મુક્ત કરાવ્યું છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ ફોર્સમાં માત્ર 13 મહિલાઓ જ હતી.

7 ઑક્ટોબેર હુમલા બાદ હમાસે ઇઝરાયેલના કિબુત્ઝ શહેર પર કબજો કર્યો હતો. આ પછી ઇઝરાયેલની સેનાએ આ શહેરને મુક્ત કરાવવાની જવાબદારી લેફ્ટનન્ટ બેન યેહુદાની ટીમને સોંપી હતી.
આ ટીમમાં 13 યુવતીઓ હતી. આ 13 યુવતીઓ શહેરમાં પ્રવેશી અને હમાસના લડવૈયાઓને જમીનદોસ્ત કરી દીધા.
હવે ઇઝરાયલે હમાસને ખતમ કરવા માટે પોતાની આખી સેનાને મેદાનમાં ઉતારી દીધી છે. સંખ્યા પર નજર કરીએ તો તેઓ લગભગ 2 લાખ સૈનિક છે. આ બે લાખમાંથી લગભગ એક ચતુર્થાંશ મહિલાઓ છે.
ગ્રાઉન્ડ ઝીરો પર પણ મહિલા સૈનિકો હમાસના આતંકીઓને સામે જોરદાર લડત આપી રહી છે. તેમાંથી એક લેફ્ટનન્ટ બેન યેહુદાની ટીમે માત્ર થોડા કલાકોમાં જ 100 હમાસ આતંકીઓને મારી નાખ્યા હતા.
હવે આ ફોર્સની સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા થઈ રહી છે. આ સાથે આ મહિલા લડવૈયાઓને ઈઝરાયેલની સિંહણ કહેવામાં આવી રહી છે.
અહેવાલો અનુસાર, ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના 19 દિવસના યુદ્ધમાં અત્યાર સુધીમાં 7044 લોકો માર્યા ગયા છે. જેમાંથી 1400 લોકો ઈઝરાયેલના અને 6546 લોકો ગાઝા પટ્ટીના છે. ગાઝા પટ્ટીમાં છેલ્લા 24 કલાકમાં બોમ્બ ધડાકામાં કુલ 756 લોકો માર્યા ગયા છે.












Click it and Unblock the Notifications
