For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અધધ 14.14 કરોડમાં વેચાયુ આ કબૂતર, ખાસિયત જાણીને દંગ રહી જશો

By Desk
|
Google Oneindia Gujarati News

તમારી આસપાસ તમે કબુતરો તો બહુ જોયા હશે પરંતુ કોઈ તમને કહે કે એક કબુતરની કિંમત 14 કરોડ રૂપિયા હોય તો તમે સાચુ માનશો? તમે માનો કે ન માનો પરંતુ આ એક સાચી વાત છે. હાલમાં જ એક કબુતર 14.14 કરોડ રૂપિયામાં વેચાયુ છે.

અહેવાલો અનુસાર, હાલમાં જ એક કબુતરની બોલી લાગી અને તે અધધ 14.14 કરોડ રૂપિયામાં વેચાયુ. આ કબુતરને કોઈ ચીની અમીર વ્યક્તિએ ખરીદ્યુ છે. આ માટે બેલ્જિયમના હાલેમાં પીપા પીગન સેન્ટરમાં નીલામી યોજાઈ હતી.

pigeon

આ મોંઘાદાટ કબુતરને ખરીદવા ચીનના બે નાગરિકોએ બોલી લગાવી હતી. જો કે આ બંનેએ પોતાની ઓળખ જાહેર કરી નથી. આ બંને ચીની નાગરિકો સુપર ડુપર અને હિટમેનના નામે બોલી લગાવતા હતા.

ન્યૂ કિમ નામના આ કબૂતર માટે સુપર ડુપરે 1.9 મિલિયન યુએસ ડોલર એટલે કે 14.14 કરોડ રૂપિયાની બોલી લગાવીને આ કબૂતર ખરીદ્યુ હતુ. કેટલાક લોકો એવું પણ માને છે કે જે બંને ચીની નાગરિકો બોલી લગાવી રહ્યા હતા તે એક જ હતા.

કબૂતરોની હરાજીમાં તે એવા પરિવારમાં સામેલ છે જે કબૂતરોને દોડવા અને ઝડપથી ઉડવાની તાલીમ આપે છે. આ હરાજીમાં 445 કબૂતર આવ્યા હતા. હરાજીમાં કબૂતર અને અન્ય પક્ષીઓ વેચ્યા બાદ 52.15 કરોડ રૂપિયાની કમાણી થઈ.

આ કબૂતરની ખાસિયત એછે કે તેઓ ખૂબ જ ઝડપથી ઉડી શકે છે. આ રેસિંગ કબૂતર 15 વર્ષ સુધી જીવી શકે છે. તે રેસમાં ભાગ લે છે અને તેના પર ઓનલાઈન સટ્ટો રમાય છે. આ કબૂતરથી ચીન અને યુરોપિયન દેશોના અમીર લોકો તેમના પૈસા ડબલ કરે છે. યુરોપ અને ચીનમાં વિવિધ સ્તરની રેસનું આયોજન કરાય છે. રેસ જીતવાથી મળેલા પૈસા એ લોકોમાં વહેંચવામાં આવે છે જે તેના પર દાવ લગાવે છે. આ ઘોડાની રેસ જેવુ હોય છે.

English summary
This pigeon was sold for Rs 14.14 crore
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X