કપડાં વિના જ રહે છે ગુફામાં છતાં દુનિયાભરની છોકરીઓ આ શખ્સ માટે છે પાગલ

કપડાં વિના જ રહે છે ગુફામાં છતાં દુનિયાભરની છોકરીઓ આ શખ્સ માટે છે પાગલ

બેંકોકઃ એક સમય એવો હતો જ્યારે આદિમાનવ કપડાં વિના ગુફામાં રહેતા હતા. બાદમાં ધીરે-ધીરે સમય બદલાયો અને સભ્યતા આવતા માણસોના રહેવાની રીતમાં બદલાવ આવ્યો. આજે માણસ કપડા પહેરી શહેરોમાં જીવન વ્યતિત કરે છે, પરંતુ એક એવો શખ્સ સામે આવ્યો છે જે 21મી સદીમાં પણ આદિમાનવોની જેમ ગુફામાં રહે છે. આ શખ્સની બસ એક જ અલગ વાત છે અને તે એ છે કે આ શખ્સ ફેસબુક ચલાવે છે અને છોકરીઓ તેની પાછળ પાછળ ખેંચાઈ આવે છે.

આ આદિમાનવ માટે પાગલ છે છોકરીઓ

આ આદિમાનવ માટે પાગલ છે છોકરીઓ

થાઈલેન્ડમાં રહેતા આ શખ્સનું નામ jatuphum losiri છે. 48 વર્ષના લોસિરી થાઈલન્ડમાં સમુદ્ર કાંઠે એક ગુફામાં રહે છે અને ફેસબુક ચલાવે છે. ફેસબુક પર તે ભારે પ્રખ્યાત પણ છે. હાલમાં જ તેણે એક રશિયન છોકરીનું દિલ જીત્યું હોવાનું લખ્યું હતું. તેણે લખ્યું કે તે રસ્તેથી જઈ રહ્યો હતો જ્યારે એક રશિયન છોકરીનું તેના પર દિલ આવી ગયું. છોકરીનું દિલ જીતવા માટે એટણે રસ્તા પર ઉભા રહીને કહ્યું હતું કે, 'તે મારું ધ્યાન ભટકાવી મુક્યું.'

છોકરી પણ થઈ ગઈ ફિદા

છોકરી પણ થઈ ગઈ ફિદા

લોસિરીએ લખ્યું, 'આજે હું મોટરસાઈકલ લઈને આવી રહ્યો હતો જ્યારે મેં એક સુંદર છોકરીને જોઈ. એને મેં કહ્યું કે તેં મારું ધ્યાન ભટકાવી દીધું. હું બાઈકથી ઘરે જઈ રહ્યો હતો પણ તારી સુંદરતાના કારણે મારે પાછું ફરવું પડ્યું. હું તારી જોડે વાત કરવા માગું છું અને જોવા માગું છું કે શું તું અંદરથી પણ એટલી જ સુંદર છો કે નહિ.' ડેઈલીમેલના રિપોર્ટ મુજબ આ બાદ બંને સમુદ્ર કાંઠે આવેલી તેની ગુફામાં ગયા.

લોસિરીની પોસ્ટ વાયરલ થઈ

લોસિરીની પોસ્ટ વાયરલ થઈ

આ ફેસબુક પોસ્ટને અત્યાર સુધીમાં 9000 લોકોએ શેર કરી છે અને કજારો લોકોએ તેના પર કોમેન્ટ કરી છે. જ્યાં કેટલાક લોકોને લોસિરીની આ પિકઅપ લાઈન સારી લાગી, તો કેટલાકે તેને બકવાસ ગણાવી. લોસિરીએ પોતાના ફેસબુક અકાઉન્ટ પર છોકરીઓ સાથેની પોતાની કેટલીક તસવીરો શેર કરી છે. લોસિરીએ કહ્યું કે તે પોતાનું પેજ ફોલો કરાવવા માટે કોઈના પર દબાણ નથી કરતો. તેનું પેજ એવા લોકો જ ફોલો કરે છે જેઓ આવી જિંદગી જીવવાનું પસંદ કરતા હોય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X