અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ટ્રમ્પના રસ્તાનો રોડો બનશે આ ત્રણ ભારતીય, ઉમેદવારીમાં ટ્રમ્પ સાથે સીધી ટક્કર
એક તરફ ભારતમાં 2024 લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે બીજી તરફ અમેરિકામાં પણ રાષ્ટ્રપતિની ચૂંટણી 2024 માં યોજાવાની છે. આ સ્થિતીમાં અમેરિકાની રાજનીતિમાં પણ હલચલ જોવા મળી રહી છે.
અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં આ વખતે પણ ભારતીયોનો દબદબો જોવા મળી શકે છે. આના સંકેત અત્યારની ચર્ચામાં જ સામે આવી રહ્યા છે. અહેવાલોનું માનીએ તો ત્રણ ભારતીયો આ વખતે ડોનાલ્ડ ટ્રમ્પને સીધી ટક્કર આપી રહ્યા છે. આ લિસ્ટમાં વિવેક રામાસ્વામી, નિક્કી હેલી અને હર્ષ વર્ધન સિંહ સામેલ છે. આ નેતાઓ પહેલા જ ચૂંટણી લડવાની ઈચ્છા જાહેર કરી ચુક્યા છે.

નિક્કી હેલી
આ વખતે ડોનાલ્ટ ટ્રપને ટક્કર આપવા માટે એક મહિલા પણ મેદાનમાં છે. દક્ષિણ કેરોલિનાના પુર્વ ગવર્નર અને સંયુક્ત રાષ્ટ્રમાં ટ્રપ સરકારના રાજદુત રહી ચુકેલા નિક્કી હેલી રિપબ્લિકન પાર્ટીમાં એકમાત્ર મહિલા નેતા છે જે ઉમેદવારીની રેસમાં છે.
વિવેક રામા સ્વામી
વિવેક રામાસ્વામી એક ટેક ઉદ્યોગસાહસિક અને ભારતીય ઇમિગ્રન્ટ્સના પુત્ર છે. યુએસ રિપબ્લિકન પ્રમુખપદની નોમિનેશનની રેસમાં તે બહારના વ્યક્તિ તરીકે પ્રવેશ્યા હતા અને હવે ત્રીજા સ્થાને છે. અહેવાલો અનુસાર, તેમને 9 ટકા રિપલ્બિકન નેતાઓનું સમર્થન પણ છે. જો કે આ રેસમાં ટ્રમ્પ હજુ સૌથી આગળ છે.
હર્ષવર્ધન સિંહ
38 વર્ષના હર્ષવર્ધન સિંહ એક એન્જિનિયર છે અને પરંપરાગત રિપબ્લિકન નેતા તરીકે યુએસ પ્રમુખપદની રેસમાં સામેલ છે. તેમનું ધ્યેય નાગરિકોને પ્રાથમિકતા આપવાનું અને ન્યુજર્સી રિપબ્લિકન પાર્ટીની રૂઢિવાદી પાંખને પુનઃસ્થાપિત કરવાનો છે. આ વખતે ફરીથી તે રેસમાં છે.
અહીં તમને એ પણ જણાવી દઈએ કે, અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે રિપબ્લિક પાર્ટીનું રાષ્ટ્રીય સમ્મેલન 15 જુલાઈએથી 18 જુલાઈ વચ્ચે યોજાવાનું છે. આમાં ઉમેદવારની પસંદગી થશે.












Click it and Unblock the Notifications
