For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકાની બીજી મુશ્કેલીનું નામ છે નરેન્દ્ર મોદી: ટાઇમ મેગેઝિન

|
Google Oneindia Gujarati News

વોશિંગ્ટન, 19 જાન્યુઆરી: ટાઇમ મેગેઝિને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની ટીકા કરતા તેમને અમેરિકા માટે વધુ એક મુશ્કેલી સમાન ગણાવ્યા છે. મેગેઝિનનું કહેવું છે કે ભારતીય રાજદૂત દેવયાની ખોબરાગડેના કારણે અમેરિકા અને ભારતની વચ્ચે સંબંધોમાં આવેલી ખટાસ મોદીના ઉદયના કારણે વધુ ખરાબ થઇ શકે છે.

મેગેઝિનનો 27 જાન્યુઆરીએ જે અંક આવવાનો છે તેમાં માકઇલ ક્રાઉલીના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વિઝા ફ્રોડ મામલામાં અમેરિકામાં કેસનો સામનો કરી રહેલી દેવયાની રાજદૂત છૂટછાટના કારણે ભારત પાછી ફરી ગઇ છે.

narendra modi
ટાઇમે જણાવ્યું કે 'પરંતુ એ આશા સેવવી જોઇએ નહીં કે સંબંધો જલદી સામાન્ય થઇ જશે. બની શકે છે કે પરિસ્થિતિઓ વધુ ખરાબ થઇ જાય કારણ કે વધુ એક પ્રમુખ ભારતીય વિઝા વિવાદ સાથે સંકળાયો છે.'

આ વર્ષે થનારી લોકસભા ચૂંટણીમાં ભાજપના જુવાળની વાતનો સ્વીકાર કરતા આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો ભાજપ જીતે છે તો મોદી ભારતના વડાપ્રધાન બનશે. તેઓ એવા વ્યક્તિ છે જેમના માટે અમેરિકા આવવાના દરવાજા બંધ છે. જ્યાં સુધી મોદી પાસે કોઇ નેશનલ પ્રોફાઇલ ન્હોતું, આ પ્રતિબંધ મહત્વ ધરાવતો ન્હોતો. પરંતુ શું અમેરિકા ભારતના લીડરને બ્લેકલિસ્ટ કરી શકે છે?

English summary
After the "nasty spat" between India and US over an Indian diplomat, the emergence of Narendra Modi, Bharatiya Janata Party's prime ministerial candidate, may cause even more tension between them, according to Time magazine.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X