For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજે વિશ્વ ટોઇલેટ ડે : યુનિસેફ

|
Google Oneindia Gujarati News

world-toilet-day-logo
ગાંધીનગર, 19 નવેમ્બર : યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન ફંડ (યુનિસેફ) દ્વારા આજના દિવસને વર્લ્ડ ટોઇલેટ ડે તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આ દિવસે લોકો સ્વચ્છ ટોઇલેટનો ઉપયોગ કરી અને હાથ સાફ કરી રોગ મુક્ત બને તેવા હેતુથી વર્લ્ડ ટોઇલેટ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. વર્લ્ડ ટોઇલેટ ડેની ઉજવણી પ્રસંગે આવો જાણીએ કેટલીક હકીકતો...

- વિશ્વમાં દર 3માંથી એક વ્યક્તિ પાસે ટોઇલેટ નથી
- વિશ્વમાં 2.5 બિલિયન લોકો એટલે કે વિશ્વની કુલ વસતીના અંદાજે 37 ટકા લોકો પાસે સ્વસ્છ અને સુરક્ષિત ટોઇલેટ નથી
- દર વર્ષે ડાયેરિયા (ઝાડા) થવાના કારણે 272 મિલિયન બાળકો શાળાએ જઇ શકતા નથી
- જમતા પહેલા અને જમવાનું બનાવતા પહેલા સાબુથી હાથ સાફ કરવાથી ડાયેરિયા થવાનું જોખમ 45 ટકા ઘટે છે
- ભારતમાં અડધાથી ઓછી વસતી પાસે ટોઇલેટની સુવિધા છે. ભારતના ગ્રામ્ય વિસ્તારોમાં 70 ટકા લોકો પાસે ટોઇલેટની સુવિધા નથી
- સ્વચ્છતા અને પાણી પાછળ રોકાણ કરવાથી દર વર્ષે અર્થતંત્રને 170 બિલાયન ડૉલરનો લાભ થાય છે
- વર્ષ 2010માં ડાયેરિયાના કારણે 8,00,000થી વધારે બાળકો મૃત્યુ પામ્યા હતા
- એક અંદાજ મુજબ સેનિટેશન પાછળ 1 ડૉલર ખર્ચવામાં આવે તો સ્વાસ્થ્ય સારું રહેવાથી 5.50 ડૉલરનું વળતર મળે છે
- ભારતમાં 28 મિલિયન વિદ્યાર્થીઓ પાસે શાળામાં ટોઇલેટની સુવિધા નથી
- ભારતમાં આજે પણ અંદાજે 600 મિલિયન લોકો ખુલ્લામાં હાજત માટે જાય છે
- વિશ્વમાં 1.1 બિલિયન લોકો ખુલ્લામાં હાજત માટે જાય છે અને પાણી તથા પર્યાવરણને પ્રદૂષિત કરે છે
- સ્વસ્છ અને સુરક્ષિત ટોઇલેટ્સનો ઉપયોગ કરનારાની સંખ્યા વર્ષ 1990માં 49 ટકા હતી જે વર્ષ 2010માં વધીને 63 ટકા થઇ છે, જેને 100 ટકા કરવાની જરૂર છે

English summary
Today is world toilet day : UNICEF
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X