BRICSમાં ભારતને જીત મળતા, પાક.ના આ આતંકીએ પેટ કુટ્યું
જમાત ઉદ દવાના પ્રમુખ અબ્દુલ રહેમાન મક્કીએ પાકિસ્તાનના લાહોરમાં ભારત વિરુદ્ધ કરી ઉશ્કેરણી. જાણો શું કહ્યું તેણે અહીં
પાકિસ્તાનના આતંકી આકાઓ ખુલ્લેઆમ પાકિસ્તાનમાં બેસીને માસૂમ લોકોને ભારત વિરુદ્ઘ ભડકાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે બ્રિક્સ સમિટમાં જ્યાં ભારતના પ્રયત્નોથી જૈશ એ મોહમ્મદ અને લશ્કર જેવા સંગઠનોને ગ્લોબલ આતંકી સંગઠન જાહેર કરવામાં સફળતા મળી છે ત્યાં જ આ વાત પાકિસ્તાની આંતકીઓના ગળે નથી ઉતરી રહી. ત્યારે આ તમામની વચ્ચે આતંકી સંગઠન જમાત ઉદ દાવાના મુખિયા અબ્દુલ રહમાન મક્કી ફરી એક વાર તેમના ભાષણમાં કાશ્મીરનો રાગ આલાપી, ભારત વિરુદ્ધ ઝેર નીકાળ્યું છે. સાથે જ તેમણે પાકિસ્તાની સરકારને પણ ખુલ્લી ચેતવણી આપી છે.

મક્કીએ પોતાના ભાષણમાં જણાવ્યું કે કાશ્મીર અને પાકિસ્તાનની સરકાર અમારી દુશ્મની ના વ્હોરી લે. જિહાદ એ અલ્લાહની ઇચ્છા છે અને જે જિહાદને રોકવા ઇચ્છે છે તેને અલ્લાહ ધક્કો આપી દે છે. આ વાત તેમણે ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના સંદર્ભમાં કહી હતી. કાશ્મીર મામલે બોલતા મક્કીએ કહ્યું કે 70 વર્ષથી આપણે ભારત જોડે કાશ્મીર મામલે નિરાકરણ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. પણ કોઇ નિકાલ નથી આપ્યો. જિહાદ જ આ સમસ્યાનો ઉત્તર છે. અને કાશ્મીરની આઝાદી માટે અમે અમારું ખૂન પણ આપવા તૈયાર છીએ.












Click it and Unblock the Notifications
