બર્લિનમાં ઓબામાના ભાષણ પહેલા મહિલાઓનું ટોપલેસ પ્રદર્શન

ડેઇલી મેઇલના જણાવ્યા અનુસાર બરાક ઓબામા ટ્રાન્સ એટ્લાન્ટિક ભાગીદારી અને જર્મની સાથે મજબૂત સંબંધો અંગેની પ્રતિબદ્ધતા વ્યક્ત કર્યા બાદ બુધવારે બર્લિન પહોંચ્યા હતા. આ સમયે પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મહિલાઓએ શરીર પર માત્ર હોટ પેન્ટ પહેર્યું હતું. તેમની છાતી પર લખ્યું હતું ઓબામા હેલ્પ.
જો કે પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે મહિલાઓની ધરપકડ કરી લીધી હતી. આ મહિલાઓ ઇચ્છતી હતી કે બરાક ઓબામા તેમની વાત સાંભળે અને અરબ દેશોમાં મહિલાઓની દુર્દશા અને ટ્યૂનેશિયામાં તેમના કેદ કાર્યકરોને છોડાવવામાં દરમિયાનગીરી કરે.












Click it and Unblock the Notifications
