દરિયામાંથી મળ્યો ખજાનો, ફ્લોરિડામાં પરિવારની બદલાઇ ગઇ કિસ્મત
ફ્લોરિડા, 8 સપ્ટેમ્બરઃ અમેરિકાના ફ્લોરિડામાં એક પરિવારને દરિયામાંથી ખજાનો મળ્યો છે અને જોત જોતામાં આ પરિવાર સામાન્યમાંથી ખાસ બની ગયું છે. આ સમાચાર સામે આવ્યા બાદ દરિયામાં ખજાનો શોધનારાઓને નવી આશા બંધાઇ છે.
આ પરિવારને ઘણું સોનું મળ્યું છે. જેમાં સોનાના સિક્કા, ખાલિસ સોનાની બનેલી ચેન સહિતનો ખજાનો હાથ લાગ્યો છે. ઘણા વર્ષથી તેઓ ખજાનો શોધવાની મહેનત કરી રહ્યાં હતા અને આખરે તેમને તેમની મહેનતનું ફળ મળ્યું હતું.
એરિક શ્મિટના ચાર સભ્યોના પરિવાર ઘણા વર્ષથી અમેરિકામાં ફ્લોરિડા નજીક આવેલા એટ્લાન્ટિક મહાસાગના સમુદ્ર તટની આસપાસ અનેક પ્રકારના મશીનો લઇને ટ્રેઝર હન્ટિગ એટલે કે ખજાનો શોધવાનું કામ કરે છે.

ત્યાર બાદ જે કંઇપણ તેમને મળ્યું, તેને જોઇને દુનિયા દંગ રહી ગઇ. આ પરિવારના જહાજોને કાટમાળમાંથી સ્પેનમાં બનેલા અનેક ઐતિહાસિક સોનાના સિક્કા અને સોની ચેન મળી. તેની કિંમત અંદાજે ત્રણ લાખ ડોલર એટલે કે બે કરોડ રૂપિયાની આસપાસ છે.
આ સોનું ક્યાંથી આવ્યું એ અંગે એવું પણ કહેવાય છે કે, વર્ષ 1715માં જ્યારે સ્પેનના 11 જહાજો આ દરિયામાંથી પસાર થઇ રહ્યાં હતા, ત્યારે અચાનક સમુદ્રી તોફાનમાં 11 જંગી જહાજો દરિયામાં ડુબી ગયા હતા. આ એ જહાજો હતા, જેમાં અંદાજે 400 મિલિયન ડોલરનો ખજાનો હતો. જેમાંથી 175 મિલિયન ડોલરનો ખજાનો મળી ગયો હતો, પરંતુ બાકીને ખજાનો હજુ પણ આ દરિયાની ગેહારઇમાં છૂપાયેલો છે.
શ્મિટ પરિવારને આ ખજાનો એમ જ નથી મલી ગયો. આ માટે તેમણે ક્વનીન્સ જ્વેલ LLC નામની કંપનીની કાયદેસર મંજૂરી લીધી હતી. જે હેઠળ કંપનીએ શ્મિટ પરિવારને એ લોકોમાં સામેલ કરવામાં આવ્યા, જે ડૂબેલા જહાજમાં ખજાનો શોધવા માટે અધિકૃત રીતે રાખવામાં આવ્યા છે. આ પ્રયત્નોમાં શ્મિટ પરિવારના હાથે આ ખજાનો લાગ્યો હતો.












Click it and Unblock the Notifications
