કોણ છે General Dan Caine? જેના કહેવાથી હોર્મુઝ છોડીને પાછા હટ્યા ટ્રમ્પ, સરેન્ડર કે માસ્ટરસ્ટ્રોક?
Trump Strait of Hormuz Plan: ડોનાલ્ડ ટ્રમ્પના હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) માંથી પાછા હટવાના નિર્ણયથી સમગ્ર વિશ્વ ચોંકી ગયું છે. 50 હજાર સૈનિકોની તૈનાતી અને લાંબી તૈયારીઓ બાદ અચાનક આવેલો આ યુ-ટર્ન જનરલ ડેન કેનની વ્યૂહાત્મક સલાહનું પરિણામ માનવામાં આવે છે.

4-સ્ટાર જનરલ અને જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફના વડા ડેન કેઈને (General Dan Caine) ટ્રમ્પને યુદ્ધની ગ્રાઉન્ડ રિયાલિટી અને આર્થિક નફા-નુકસાનનો એ અરીસો બતાવ્યો, જેને અત્યાર સુધી નજરઅંદાજ કરવામાં આવતો હતો. આ લેખ જનરલ કેનનું વ્યક્તિત્વ અને તેમની એ દલીલનું વિશ્લેષણ કરે છે જેણે અમેરિકાને સંભવિત મહાયુદ્ધના દલદલમાંથી બહાર ખેંચી લીધું છે.
Who is General Dan Caine: કોણ છે જનરલ ડેન કેઈન?
57 વર્ષીય જનરલ ડેન કેઈન અમેરિકી સેનાના સૌથી પ્રભાવશાળી ચહેરાઓમાંથી એક છે. 4-સ્ટાર જનરલ તરીકે તેઓ 'જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફ'ના પદ પર તૈનાત છે અને રાષ્ટ્રપતિના મુખ્ય લશ્કરી સલાહકાર છે. કેઈન તેમની શાંત બુદ્ધિમત્તા અને યુદ્ધના બદલે મુત્સદ્દીગીરી (Diplomacy) ને પ્રાધાન્ય આપવા માટે જાણીતા છે. જ્યારે વહીવટીતંત્રના અન્ય લોકો ઈરાન પર સીધા હુમલાની તરફેણમાં હતા, ત્યારે કેઈન શરૂઆતથી જ તેની વિરુદ્ધમાં રહ્યા હતા. તેમની શાખનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેમની દલીલોએ ટ્રમ્પને પોતાની જાહેર કરેલી નીતિ બદલવા માટે મજબૂર કર્યા.
હોર્મુઝની 'જીયોગ્રાફિકલ ટ્રેપ' અને ખતરો
જનરલ કેઈને રાષ્ટ્રપતિને સમજાવ્યું કે હોર્મુઝની ભૌગોલિક સ્થિતિ અમેરિકા માટે 'સ્યુસાઇડ મિશન' સાબિત થઈ શકે છે. આ સમુદ્ર માર્ગ એટલો સાંકડો છે કે અહીં વિશાળ અમેરિકી યુદ્ધ જહાજોની અવરજવર અત્યંત જોખમી છે. ઈરાને અહીં પોતાની ચોકીઓ અને નૌકાદળની ટુકડીઓ એવી રીતે તૈનાત કરી છે કે એક સામાન્ય ડ્રોન અથવા નાની આત્મઘાતી હોડી પણ અબજો ડોલરના અમેરિકી જહાજોને તબાહ કરી શકે છે. કેઈન મુજબ, અહીં તાકાતથી કબજો કરવો અશક્ય છે કારણ કે સાંકડો રસ્તો યુદ્ધ જહાજોની ગતિશીલતા ખતમ કરી દે છે.
આર્થિક ગણિત અને અમેરિકી હિત
મીટિંગનો સૌથી નિર્ણાયક વળાંક ત્યારે આવ્યો જ્યારે કેઈને અમેરિકાના આર્થિક હિતોના ડેટા રજૂ કર્યા. તેમણે સ્પષ્ટ કર્યું કે હોર્મુઝ બ્લોક થવાથી સૌથી વધુ નુકસાન એ દેશોને થશે જેઓ અહીંથી તેલ મંગાવે છે, અમેરિકાને નહીં. અમેરિકા પોતાની ઉર્જા જરૂરિયાતો માટે આ માર્ગ પર ખૂબ ઓછું નિર્ભર છે. કેઈને તર્ક આપ્યો કે જ્યારે ફાયદો અન્ય દેશોનો (જેમ કે ચીન અને ભારત) છે, તો અમેરિકા પોતાના સૈનિકોના જીવ અને અબજો ડોલર કેમ દાવ પર લગાવે? આ દલીલે ટ્રમ્પના 'અમેરિકા ફર્સ્ટ' એજન્ડાને સીધી અસર કરી.
અનિશ્ચિત કાળ સુધી ખેંચાતું યુદ્ધ
જનરલ કેઈનનું માનવું હતું કે હોર્મુઝ પર માત્ર નિયંત્રણ મેળવવાથી ઈરાનની સરકાર ઘૂંટણિયે નહીં પડે. તેમણે ટ્રમ્પને ચેતવણી આપી હતી કે આ વિયેતનામ કે અફઘાનિસ્તાન જેવું જ બીજું ક્યારેય ન ખતમ થનારું યુદ્ધ બની શકે છે. જો અમેરિકા અહીં ગૂંચવાય છે, તો ભારે જાનહાનિ અને આર્થિક બોજ સિવાય કંઈ જ હાંસલ થશે નહીં. કેઈને ભારપૂર્વક જણાવ્યું હતું કે લશ્કરી વિજયની કોઈ સ્પષ્ટ ગેરંટી નથી અને કોઈ અંતિમ લક્ષ્ય (End Game) વિના આ યુદ્ધમાં ટકી રહેવું એ અમેરિકા માટે વ્યૂહાત્મક ભૂલ હશે.












Click it and Unblock the Notifications
