For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકામાં નોકરી કરતા ભારતીયોને ઝટકો, ટ્રમ્પે ડિસેમ્બર સુધી H-1B વિઝા કર્યા રદ

અમેરિકામાં નોકરી કરી રહેલા આઈટી પ્રોફેશનલ્સને મોટો ઝટકો લાગ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એચ-1બી વિઝાને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે.

|
Google Oneindia Gujarati News

અમેરિકામાં નોકરી કરી રહેલા આઈટી પ્રોફેશનલ્સને મોટો ઝટકો લાગ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એચ-1બી વિઝાને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે. ટ્રમ્પના આ નિર્ણયથી માત્ર ભારત જ નહિ પરંતુ દુનિયાની તમામ આઈટી પ્રોફેશનલ્સને નુકશાન થશે. માહિતી મુજબ આ સસ્પેન્શન આ વર્ષના અંત સુધી માન્ય રહેશે. એટલે કે હવે એચ 1બી વિઝાને અમેરિકામાં સ્વીકાર્ય નહિ કરવામાં આવે. ટ્રમ્પ પ્રશાસનના એક અધિકારીઓ જણાવ્યુ કે સરકારનો આ નિર્ણય અમેરિકાના શ્રમિકેના હિતને જોઈને લેવામાં આવ્યો છે.

ટ્રમ્પે કર્યુ એલાન

ટ્રમ્પે કર્યુ એલાન

સોમવારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ કે આ નિર્ણય ઘણો જરૂરી હતો અને આ નિર્ણયથી એ અમેરિકી લોકોને રાહત મળશે જે વર્તમાન સમયમાં આર્થિક સંકટના કારણે પોતાની નોકરી ગુમાવી ચૂક્યા છે. વાસ્તવમાં અમેરિકામાં આ વર્ષે નવેમ્બર મહિનામાં ચૂટણી આવવાની છે. માટે ચૂંટણીના એલાન પહેલા માનવામાં આવી રહ્યુ છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ આ રીતના અલગ અલગ નિર્ણયો લઈ રહ્યા છે. એચ-1બી વિઝાના સસ્પેન્શનનો નિર્ણય 24 જૂનથી જ લાગુ થઈ જશે. એવામાં અમેરિકાનના આ નિર્ણયથી યુએસમાં કામ કરી રહેલા ભારતીય પ્રોફેશનલ્સને મોટો ઝટકો લાગશે.

ભારતીય પ્રોફેશનલ્સને મોટો ઝટકો

ભારતીય પ્રોફેશનલ્સને મોટો ઝટકો

ભારતીય પ્રોફેશનલ્સ કે જે અમેરિકામાં એચ-1બી વિઝા પર પર કામ કરી રહ્યા હતા તેમના વિઝા અમાન્ય થયા બાદ હવે તેમને આ વર્ષના અંત સુદી રાહ જોવી પડશે. ત્યારબાદ તે આશા રાખી શકશે કે તેમના વિઝા ફરીથી રિન્યુ થશે. ટ્રમ્પના આ નિર્ણયથ બાદ અમેરિકામાં નોકરીના આશા રાખી રહેલ લગભગ 2.4 લાખ લોકોનો મોટો ઝટકો લાગશે. તમને જણાવી દઈએ કે અમેરિકાની કંપનીઓમાં કામ કરતા વિદેશી કામગારો માટે એચ-1બી વિઝાની જરૂર હોય છે. આ વિઝાના આધારે આ કર્મચારી અમેરિકામાં નોકરી કરી શકે છે.

શું હોય છે એચ-1બી વિઝા

શું હોય છે એચ-1બી વિઝા

એચ-1બી વિઝાને એક નિશ્ચિત સમય માટે જારી કરવામાં આવે છે. આ એક રીતના પ્રવાસી વિઝા છે. અમેરિકામાં કુશળ કર્મચારીઓને રોજગાર આપવા માટે આ વિઝા આપવામાં આવે છે. વાસ્તવમાં અમેરિકામાં કુશળ કર્મચારીઓની કમી છે. એવામાં આ વિઝા દ્વારા વિદેશના કર્મચારીઓને અમેરિકાની કંપનીઓ નોકરી આપી શકે છે. આની માન્યતા 6 મહિનાથીિ એક વર્ષ સુધીની હોય છે. અમેરિકાની કંપનીઓમાં ભારતીય કર્મચારીઓની માંગ ઘણી વધુ છે. આ જ કારણ છે કે ભારતના આઈટી પ્રોફેશન્સ આ વિઝાને સૌથી વધુ મેળવે છે. પરંતુ ટ્રમ્પના નિર્ણયથી આ તમામ લોકો પર અસર જોવા મળશે.

કોરોના સંકટ વચ્ચે આજે નીકળી ભગવાન જગન્નાથની રથયાત્રા, CM રૂપાણીએ ખેંચ્યો રથ

English summary
Trump restricts H-1B visas till december, Big setback for Indians working in USA Donald.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X