કરારી હાર બાદ પણ ટ્રમ્પનો કોન્ફિડેન્સ સાતમા આસમાને, ચૂંટણી બાદ પહેલી રેલીમાં બોલ્યા- ‘અમે જીતી રહ્યા છીએ’
કરારી હાર બાદ પણ ટ્રમ્પનો કોન્ફિડેન્સ સાતમા આસમાને, ચૂંટણી બાદ પહેલી રેલીમાં બોલ્યા- ‘અમે જીતી રહ્યા છીએ’
વૉશિંગ્ટનઃ કોરોના મહામારી વચ્ચે પ્રેસિડેન્શિયલ ચૂંટણી સંપન્ન થઈ ગઈ. જેમાં ડેમોક્રેટિક પાર્ટીના જો બિડેનને 306 ઈલેક્ટોરલ વોટ મળ્યા, જ્યારે ટ્રમ્પ 232 પર જ સમિટી ગયા છે. હવે જાન્યુઆરીમાં બિડેન અમેરિકાના 46મા પ્રેસિડેન્ટના રૂપમાં શપથ લેશે. જ્યારે બીજી તરફ ચૂંટણીમાં કરારી હાર બાદ પણ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનો કોન્ફિડેન્સ ઉંચો છે. હજી પણ તેઓ પોતાની જીતનો દાવો કરી રહ્યા છે. સાથે જ બિડેન પર હેરાફેરીનો આરોપ પણ લગાવ્યો છે.

જણાવી દઈએ કે શનિવારે ટ્રમ્પે જ્યોર્જિયામાં પોસ્ટ પોલ રેલી કરી. આ દરમ્યાન લોકોને સંબોધિત કરતાં તેમણે કહ્યું કે અમે આ ચૂંટણી જીતી રહ્યા છીએ. અમે હજી પણ આ ચૂંટણી પૂરી કરીશું. બિડેનની જીતને તેમણે ધાંધલી ગણાવી. તેઓના મુજબ બિડેને ડીલ કરી હતી, જે કારણે તેઓ ચૂંટણી જીત્યા ચે. તેમણે આગળ કહ્યું કે જ્યોર્જિયાના લોકો જ નક્કી કરશે કે કઈ પાર્ટી હરેક સમિતિને સારી રીતે ચલાવે છે. સાથે જ કાનૂનનું પાલન અને ટેક્સ પેયર્સના રૂપિયાનો યોગ્ય ઉપયોગ કરે છે. અંતમાં તેમણે કહ્યું કે તમારે નક્કી કરવાનું છે કે તમારા બાળકો સમાજવાદી દેશમાં વડા થશે કે પછી એક સ્વતંત્ર દેશમાં.
રિપબ્લિકન પાર્ટીનો ગઢ છે જ્યોર્જિયા
જણાવી દઈએ કે ગત ચૂંટણીમાં જો બિડેને જ્યોર્જિયામાં માત્ર 12 હજાર વોટથી જીત નોંધાવી છે. જ્યોર્જિયા રિપબ્લિકન એટલે કે ટ્રમ્પની પાર્ટીનો ગઢ માનવામાં આવે છે. બિડેન પહેલાં 1992માં અહીં બિલ ક્લિંટને જીત નોંધાવી હતી. જ્યોર્જિયાની હારને લઈ ટ્રમ્પ ઘણા પરેશાન છે. ચૂંટણી પહેલાં રિપબ્લિકન પાર્ટીના નેતાઓનું માનવું હતું કે ટ્રમ્પના આધારહીન દગાના દાવાથી બિડેનને જ્યોર્જિયામાં નુકસાન થશે, પરંતુ એવું નથી. જ્યારે ટ્રમ્પે સ્પષ્ટ કરી દીધું કે તેઓ બિડેનને સ્વીકાર કરવા તૈયાર નથી અને તેઓ કોર્ટે ફગાવેલા દાવાને છોડશે પણ નહિ.












Click it and Unblock the Notifications
