For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Turkey Coal Mine Blast: તુર્કીની કોલસા ખાણમાં વિસ્ફોટ થતા 25ના મોત, ઘણા લોકો ફસાયા

તુર્કીના ઉત્તરી બાર્ટિન પ્રાંતની એક કોલસા ખાણમાં જોરદાર ધમાકો થયો છે. વિસ્ફોટમાં 25 લોકોના મોત થઈ ગયા છે.

|
Google Oneindia Gujarati News

તુર્કીના ઉત્તરી બાર્ટિન પ્રાંતની એક કોલસા ખાણમાં જોરદાર ધમાકો થયો છે. વિસ્ફોટમાં 25 લોકોના મોત થઈ ગયા છે જ્યારે ડઝનેક લોકો ફસાયેલા છે. ધમાકો શુક્રવારે કાલા સાગર કિનારે અમાસરા સ્થિત પ્લાન્ટમાં થયો. આરોગ્ય મંત્રી ફહાર્ટિન કોકાએ કહ્યુ કે 11 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને તેમનો ઈલાજ ચાલી રહ્યો છે. વિસ્ફોટ વખતે ખાણમાં લગભગ 110 લોકો કામ કરી રહ્યા હતા. લગભગ 28 લોકો ઘાયલ છે.

દૂર્ઘટના વખતે 110 લોકો કામ કરી રહ્યા હતા

દૂર્ઘટના વખતે 110 લોકો કામ કરી રહ્યા હતા

તુર્કીના સ્વાસ્થ્ય મંત્રી ફહરેટિન કોકાસે જણાવ્યુ કે કોલસાની ખાણમાંથી અત્યાર સુધીમાં 11 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. વિસ્ફોટ સમયે ખાણમાં લગભગ 110 લોકો કામ કરી રહ્યા હતા, જેમાંથી અડધા લોકો 300 મીટર ઊંડી ખાણમાં કામ કરી રહ્યા હતા.

જ્વલનશીલ ગેસોના કારણે થયો વિસ્ફોટ

જ્વલનશીલ ગેસોના કારણે થયો વિસ્ફોટ

અકસ્માતમાં ઘાયલ 28 લોકો હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ કોલસાની ખાણ 300થી 350 મીટર ઊંડી છે. તે જોખમી વિસ્તાર છે. તુર્કીના ઉર્જા મંત્રી ફાતિહ ડોનમેઝે રોઇટર્સ સમાચાર એજન્સીને જણાવ્યુ હતુ કે, 'પ્રારંભિક મૂલ્યાંકન સૂચવે છે કે વિસ્ફોટ કદાચ ફાયરમ્પ-કોલસાની ખાણોમાં મળેલા જ્વલનશીલ વાયુઓને કારણે થયો હતો. જો કે, અમે આ બાબતની ઉંડાણપૂર્વક તપાસ કરીશુ.'

એન્ટ્રી ગેટથી લગભગ 300 મીટર નીચે થયો વિસ્ફોટ

એન્ટ્રી ગેટથી લગભગ 300 મીટર નીચે થયો વિસ્ફોટ

સોશિયલ મીડિયા પર જે તસવીરો સામે આવી છે તે ચોંકાવનારી છે. અકસ્માતના સ્થળે તેમના મિત્રો અને સ્નેહીજનોની શોધમાં લોકોના ટોળા ઉમટી પડ્યા છે. બાર્ટિન પ્રાંતના ગવર્નર નુર્તક અર્સલાને જણાવ્યુ હતુ કે વિસ્ફોટ ખાણના એન્ટ્રી ગેટથી લગભગ 300 મીટર(985 ફૂટ) નીચે થયો હતો. આ ખાણ સરકારી માલિકીની ટર્કિશ હાર્ડ કોલ એન્ટરપ્રાઇઝિસની છે.

રાષ્ટ્રપતિ દૂર્ઘટના સ્થળની મુલાકાત લેશે

રાષ્ટ્રપતિ દૂર્ઘટના સ્થળની મુલાકાત લેશે

મીડિયા રિપોર્ટ્સ મુજબ તુર્કીના રાષ્ટ્રપતિ રજબ તૈયબ ઈરદુગાન શનિવારે દૂર્ઘટના સ્થળની મુલાકાત લે તેવી શક્યતા છે. તુર્કીના રાષ્ટ્રપતિ રજબ તૈયબ ઈરદુગાને ટ્વિટ કરીને કહ્યુ કે, 'અમે આશા રાખીએ છીએ કે જાન-માલનુ નુકસાન નહિ વધે, ખાણમાં કામ કરતા વધુ લોકો સુરક્ષિત રહેશે અને અમારા તમામ પ્રયાસો આ દિશામાં છે.'

English summary
Turkey coal mine blast 25 killed, dozens trapped.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X