
ટ્વીટરે એડીટ બટન કર્યુ લોન્ચ, આ રીતે કરી શકશો ઉપયોગ, કોને મળશે સુવિધા
ઘણા સમયથી ટ્વીટમાં ભુલ કે ટાઇપિંગ મિસ્ટેક જતી રહેતી હતી. જેના કારણે ટ્વીટર પર એડિટ બટનની કમી સતાવતી હતી. થોડા સમય પહેલા ટ્વિટરે એડીટ બટનની સુવિધા શરૂ કરવાની જાહેરાત કરી હતી. હવે ટ્વિટરે યુઝર્સને આ સુવિધા આપવાનુ શરૂ કર્યું છે. હવે યુઝર્સ પોતાના ટ્વિટને એડિટ કરી શકશે. હાલમાં ટ્વિટરે આ સુવિધા માત્ર અમેરિકામાં જ શરૂ કરી છે.

આ દેશોમાં પહેલા પણ મળી ચુકી છે સુવિધા
ટરે સત્તાવાર ટ્વીટમાં જાહેરાત કરી હતી કે તે યુ.એસ.માં એડિટ ટ્વીટ ટેસ્ટ શરૂ કરી રહ્યાં છે. હાલમાં તે ટ્વિટર બ્લુ એકાઉન્ટ પુરતુ મર્યાદિત છે. ફક્ત પેઇડ યુઝર્સ જ તેનો ઉપયોગ કરી શકે છે. ટ્વિટરના પ્રવક્તાએ જણાવ્યું હતું કે કંપની ગુરુવારથી યુએસમાં ટ્વિટર બ્લુ ધરાવતા લોકોને સુવિધા આપવાનું શરૂ કરશે. તેણે કહ્યું કે કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં યુઝર્સને આ ફીચર મળી ચૂક્યું છે. હવે તેને યુએસમાં લોન્ચ કરવામાં આવી રહ્યું છે.

30 મિનિટની અંદર 5 વખત એડિટ કરી શકાશે ટ્વિટ
ટ્વિટરના પ્રવક્તાએ એડિટ ટ્વિટને કેવી રીતે ટ્રેસ કરવી તેની માહિતી પણ શેર કરી. મેં મારી ટાઈમલાઈન પર એડિટેડ ટ્વીટ જોયા છે. જો તમે ટ્વિટનો એડિટ ઇતિહાસ જોવા માંગો છો. ટ્વીટ પર ક્લિક કરો, પછી ફીડ પર પેન્સિલને ટેપ કરો. ટ્વીટ્સ પબ્લિશના 30 મિનિટની અંદર પાંચ વખત એડિટ કરી શકાય છે.

આ રીતે જાણી શકેશે ટ્વિટ એડિટ છેકે નહી
એડિટ ટ્વિટ્સમાં એક આઇકન અને ટાઇમસ્ટેમ્પ પણ દેખાશે, જે દર્શાવે છે કે પોસ્ટ છેલ્લે ક્યારે એડિટ કરવામાં આવી હતી. યુઝર્સ એડિટ હિસ્ટ્રી અને પોસ્ટના અગાઉના વર્ઝનને જોવા માટે એડિટ ટ્વિટના લેબલ પર ક્લિક કરી જોઇ શકશે. આ પહેલા પેઇડ સબ્સ્ક્રાઇબર્સ Undo સુવિધાઓનો ઉપયોગ કરતા હતા. જોકે ટ્વિટરે એ નથી જણાવ્યું કે ભારતમાં આ ફીચર ક્યારે લોન્ચ થશે.

આ ફીચર માટે દર મહિને આપવા પડશે રૂપિયા
Twitter વપરાશકર્તાઓ વર્ષોથી પ્રકાશન પછી તેમની ટ્વીટને સંપાદિત કરવાની ક્ષમતાની માંગ કરી રહ્યા છે, મોટે ભાગે ટાઇપો જેવી ભૂલોને સુધારવા માટે. લોકો ટ્વિટને એડિટ કરવાની મંજૂરી આપવાના ગેરફાયદા વિશે પણ વાત કરી રહ્યા છે. ટ્વિટરે સપ્ટેમ્બરમાં જણાવ્યું હતું કે ટ્વિટર બ્લુ માટે દર મહિને $4.99 (આશરે રૂ. 410) ચૂકવનારા ગ્રાહકો ટ્વીટ એડિટ થયાની 30 મિનિટની અંદર તેમની ટ્વીટ "5 વખત" એડિટ કરી શકશે.