For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટ્વિટર બનાવશે કંટેંટ મૉડરેશન કાઉન્સિલ, સમીક્ષા બાદ જ ચાલુ થશે બેન અકાઉન્ટ્સ

એલન મસ્કે શુક્રવારે કહ્યુ કે તેઓ ટ્વિટર માટે એક કન્ટેન્ટ મૉડરેશન કાઉન્સિલ બનાવશે જે કંટેંટનુ મૉડરેશન કરશે અને આ અંગેના નિર્ણયો લેશે.

|
Google Oneindia Gujarati News

એલન મસ્કે શુક્રવારે કહ્યુ કે તેઓ ટ્વિટર માટે એક કન્ટેન્ટ મૉડરેશન કાઉન્સિલ બનાવશે જે કંટેંટનુ મૉડરેશન કરશે અને આ અંગેના નિર્ણયો લેશે. એલન મસ્કે ટ્વિટ સંભાળ્યા બાદ એ પણ કહ્યુ કે જેટલા પણ બેન અકાઉન્ટ્સ છે, તે કાઉન્સિલની સમીક્ષા બાદ જ ચાલુ કરવામાં આવશે. આ કાઉન્સિલ કંટેંટ સાથે જોડાયેલા બધા નિર્ણયો માટે જવાબદાર હશે માટે સમીક્ષા બાદ જ બેન અકાઉન્ટ્સને લઈને નિર્ણયો કરવામાં આવશે.

elon musk

એલન મસ્કે કહ્યુ છે કે જ્યાં સુધી ટ્વિટરની કન્ટેન્ટ મૉડરેશન કાઉન્સિલ બનાવવામાં ન આવે ત્યાં સુધી અકાઉન્ટ પર પ્રતિબંધ મૂકવા અંગે કોઈ નિર્ણય લેવામાં આવશે નહિ. જો કે, એલન મસ્કે એ પણ સ્પષ્ટ કર્યુ છે કે તેમણે ટ્વિટર માટેની તેમની સામગ્રી મધ્યસ્થતા નીતિઓમાં હજુ સુધી કોઈ ફેરફાર કર્યો નથી. એલન મસ્કે ટ્વિટ કર્યુ કે ટ્વિટર એક કન્ટેન્ટ મૉડરેશન કાઉન્સિલની સ્થાપના કરવા જઈ રહ્યુ છે. જેમાં કન્ટેન્ટ સંબંધિત તમામ મુદ્દાઓનુ ધ્યાન રાખવામાં આવશે. કાઉન્સિલની આ બેઠક પહેલા ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવેલી કોઈપણ સામગ્રી અંગે કોઈ મોટો નિર્ણય લેવામાં આવશે નહિ. તેમજ પ્રતિબંધિત-બનાવટી અકાઉન્ટ પુનઃસ્થાપિત કરવામાં આવશે નહિ.

તમને જણાવી દઈએ કે એલન મસ્ક હંમેશા સ્પષ્ટ કરી ચૂક્યા છે કે તેઓ ટ્વિટરની વર્તમાન મૉડરેશન સિસ્ટમ સાથે બિલકુલ સંમત નથી. તેમણે કહ્યુ કે વર્તમાન મૉડરેશન સિસ્ટમ ખૂબ કડક છે. એલન મસ્કનુ કહેવુ છે કે તેઓ ટ્વિટર પર યુઝર્સને આજીવન પ્રતિબંધિત કરવામાં માનતા નથી. તેમણે ટ્વિટર ડીલને અંતિમ સ્વરૂપ આપ્યા બાદ તેના સીઈઓ પરાગ અગ્રવાલ સહિત અનેક ટોચના અધિકારીઓને બરતરફ કર્યા છે.

English summary
Twitter will create content moderation council for ban accounts says Elon Musk.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X