For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાત નવા ગ્રહોની શોધ, બે પર જીવનની સંભાવના

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

planet
વોશિંગ્ટન, 20 એપ્રિલ: નાસાની નવા ઉપગ્રહોની શોધ કરનાર ટેલિસ્કોપ કેપ્લરે પૃથ્વીની સમાન સાત નવા ઉપગ્રહો શોધી કાઢ્યાં છે. સાતેય ઉપગ્રહ એક જ તારાના ચક્કર લગાવનાર ઉપગ્રહ છે. તેમાંથી બે ઉપગ્રહોની કેટેગરી વધુ ગરમ અને વધુ શીતળ કેટેગરીના મધ્યમાં છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે આ બંને ઉપગ્રહો પર જીવનની સંભાવના થઇ શકે છે.

નાસાના કેલિફોર્નિયા સ્થિત અમેસ અનુસંધાન કેન્દ્રના કેપ્લર અભિયાનના મુખ્ય શોધકર્તા વિલિયમ બોરૂકીએ કહ્યું હતું કે અમે કોઇ અન્ય સૌરમંડળના જીવનની સંભાવના વાળા વિસ્તારમાં બે ઉપગ્રહો શોધી કાઢ્યાં છે. અત્યાર સુધી શોધવામાં આવેલા ઉપગ્રહોમાંથી આ બંને ઉપગ્રહ પર જીવનની સર્વાધિક સંભાવના છે. બંને ઉપગ્રહોને કેપ્લર-62 ઇ અને કેપ્લર62 એફ નામ આપવામાં આવ્યું છે, જ્યારે તેના તારાનું નામ કેપ્લર-62 રાખવામાં આવ્યું છે. તેમને કહ્યું હતું કે બંને ગ્રહોનો આકાર લગભગ પૃથ્વીના બરાબર છે.

English summary
Scientists have discovered two Earth-like planets in the habitable orbit of a Sun-like star.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X