અમેરિકાએ વધુ કડક કર્યા H-1B વિઝાના નિયમો, ભારતીયોને લાગશે મોટો ઝટકો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે છેલ્લા થોડા દિવસોમાં કહ્યુ હતુ કે તે એચ-1 બી વિઝા હેઠળ રોજગાર અને વિશેષ વ્યવસાયની પરિભાષા ફરીથી નક્કી કરવાની યોજના બનાવી રહ્યા છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે છેલ્લા થોડા દિવસોમાં કહ્યુ હતુ કે તે એચ-1 બી વિઝા હેઠળ રોજગાર અને વિશેષ વ્યવસાયની પરિભાષા ફરીથી નક્કી કરવાની યોજના બનાવી રહ્યા છે. હવે એચ-1 બી વિઝા પર સરકારનો નવો નિયમ આવી ગયો છે. જેના હેઠળ હવે વિદેશી કામદારોને અમેરિકામાં કામ કરવા માટે એચ-1 બી વિઝા ફોર્મ ભરવુ મુશ્કેલ બની ગયુ છે. અમેરિકી સરકારે એચ-1 બી વિઝા ફોર્મના નિયમ વધુ કડક બનાવી દીધા છે જે હેઠળ અમેરિકી નોકરી આપનારાઓને એ જાણકારી આપવી પડશે કે તેમને ત્યાં કેટલા વિદેશી કામ કરી રહ્યા છે.

જો કોઈ કંપની વિદેશીને કોઈ પદ માટે નિયુક્ત કરવા ઈચ્છતી હોય તો અમેરિકી લેબર ડિપાર્ટમેન્ટ પ્રમાણિત કરશે કે ખાસ પદ માટે સ્થાનિક સ્તર પર કોઈ યોગ્ય વ્યક્તિ નથી મળી રહ્યો અને એટલા માટે કંપની એચ-1 બી કેટેગરી હેઠળ વિદેશી કર્મચારીને નિયુક્ત કરી શકે છે. વર્કર એપ્લીકેશન ફોર્મમાં હવે નોકરીદાતાઓને એચ-1 બી સાથે જોડાયેલી રોજગાર શરતો વિશે વધુ જાણકારી આપવી પડશે.
લેબર એપ્લિકેશન ફોર્મમાં નોકરીદાતાઓને જણાવવાનું રહેશે કે એચ-1 બી વિઝા કર્મચારીઓ માટે ક્યાં-ક્યા રોજગાર છે, તેમને કેટલા સમય માટે રાખવામાં આવશે અને કઈ કઈ જગ્યાઓ પર એચ-1 બી વિઝા કર્મચારીઓ માટે કેટલા રોજગાર છે. આ જ કંપનીઓ એ પણ બતાવવાનું રહેશે કે તેમની કંપનીમાં અલગ અલગ જગ્યાઓ પર કેટલા વિદેશી કામ કરી રહ્યા છે.
વળી, એક બીજી તરફ અમેરિકા એચ-4 વિઝાધારકોને મળેલી વર્ક પરમિટ પણ ખતમ કરવાની તૈયારીમાં છે. એચ-4 વિઝા, એચ-1 બી વિઝા પર અમેરિકા જતા પ્રોફેશનલ્સના જીવનસાથીને આપવામાં આવે છે. ટ્રમ્પ પ્રશાસનને લાગી રહ્યુ છે કે આનાથી મોટી સંખ્યામાં એ અમેરિકીઓને મદદ મળશે જે નોકરીના સંકટ સામે ઝઝૂમી રહ્યા છે.












Click it and Unblock the Notifications
