Ukraine New PM : કોણ છે યુક્રેનના નવા પીએમ યૂલિયા સ્વિરીડેન્કો? યુદ્ધ વચ્ચે કેમ સોંપાઈ જવાબદારી?

Ukraine New PM : યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે યુક્રેનને નવી વડાપ્રધાન મળી છે. રાષ્ટ્રપતિ વોલોદીમિર ઝેલેન્સ્કીએ તાજેતરમાં સરકારમાં મોટા ફેરફાર કરતા દેશની કમાન હવે યૂલિયા સ્વિરીડેન્કોને સોંપી છે.

યૂલિયા હવે દેશની બીજી મહિલા વડાપ્રધાન બની છે અને છેલ્લા 15 વર્ષમાં આ પદે પહોચનાર પ્રથમ મહિલા છે.

Ukraine New PM

આ પહેલાના વડાપ્રધાન ડેનિસ શ્મિહાલ હવે નવનિયુક્ત રક્ષામંત્રી તરીકે સેવા આપશે. યૂલિયા 39 વર્ષની અર્થશાસ્ત્રી છે અને તેઓ ઝેલેન્સ્કીના વિશ્વાસપાત્ર સાથી તરીકે જાણીતી છે. તેણી અગાઉ પ્રથમ ઉપ-વડાપ્રધાન અને આર્થિક વિકાસ અને વેપાર મંત્રી તરીકે કાર્યરત રહી ચુકી છે.

યૂલિયાની અગવાઈ હેઠળ ચાલુ વર્ષે અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં ખનિજ સંબંધિત મહત્વપૂર્ણ સમજૂતીમાં યુક્રેનનો મોટો ફાયદો થયો હતો. આથી તેણીનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચર્ચામાં આવ્યું હતું.

યૂલિયા સ્વિરીડેન્કોનો જન્મ 25 ડિસેમ્બર 1985 ના રોજ ચર્નિહિવ શહેરમાં થયો છે. તેણીએ કીવ નેશનલ યુનિવર્સિટી ઓફ ટ્રેડ એન્ડ ઈકોનોમિક્સમાંથી અભ્યાસ કર્યો છે.

આ સિવાય તેણીએ જર્મની અને સ્વીડનમાં મેનેજમેન્ટના કોર્સ પણ કર્યા હતા. તેમને અંગ્રેજી ઉપરાંત ચીની ભાષાનું પણ જ્ઞાન છે, જેના લીધે તેમનું આંતરરાષ્ટ્રીય વિઝન ખૂબ મજબૂત થયું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X