For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

55 દિવસના યુદ્ધ બાદ રશિયન સેનાનો યુક્રેનના પહેલા શહેર પર કબ્જો, જાણો 10 અપડેટ

55 દિવસના યુદ્ધ બાદ રશિયન સેનાનો યુક્રેનના પહેલા શહેર પર કબ્જો, જાણો 10 અપડેટ

|
Google Oneindia Gujarati News

બુધવારે રશિયા અને યુક્રેન વચ્ચેની યુદ્ધનો 56મો દિવસ છે. રશિયન સેનાએ પૂર્વી યુક્રેનના ક્રેમિન્ના શહેર પર કબ્જો જમાવી લીધો છે. અહીંથી યુક્રેની સેના પાછળ હટી ગઈ છે. રૉયટર્સ મુજબ ક્ષેત્રીય ગવર્નરે મંગળવારે આ અંગે જાણકારી આપી છે. રશિયા દ્વારા પૂર્વી યુક્રેનમાં નવું આક્રમણ શરૂ કર્યા બાદથી ક્રેમિન્ના, જેની રશિયા સાથેના યુદ્ધ પહેલાં 18000થી વધુની વસ્તી હતી, તે એવું પહેલું શહેર બની ગયું છે જેના પર રશિયન સેનાના કબ્જાની પુષ્ટી થઈ છે.

russia

ક્રેમિન્ના પર કબ્જો રશિયન સેનાને મેગા સિટી ક્રામાટોર્સ્કની નજીક લઈ આવ્યો છે, જે પૂર્વી યુક્રેનના ડોનબાસ ક્ષેત્ર પર રશિયાના સંભાવિત લક્ષ્યોમાંથી એક છે. ડોનબાસ અને દક્ષિણી બંદરવાળા શહેર મારિયુપોલ પર કબ્જો કરવાથી રશિયાને પૂર્વી યુક્રેનમાં નિયંત્રિત ક્ષેત્ર અને ક્રીમિયા ક્ષેત્ર વચ્ચે એક ભૂમિ લિંક સ્થાપિત કરવામાં મદદ મળશે જેને 2014માં મોસ્કેએ જપ્ત કરી લીધું હતું.

બીજી તરફ બ્રિટેનના રક્ષા મંત્રાલય તરફથી દાવો કરવામાં આવ્યો છે કે યુક્રેનમાં ભારે હુમલા બાદ પણ રશિયન સેનાને કોઈ ખાસ બઢત હાંસલ નથી થઈ. રશિયન સેનાને પર્યાવરણ, લોજિસ્ટિક્સ અને તકનીકી પડકારોને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

રશિયા- યુક્રેન યુદ્ધ સાથે જોડાયેલી 10 અપડેટ

  • યુક્રેન યુદ્ધમાં રશિયાને ઘેરવા માટે પશ્ચિમી દેશ પ્રેસિડેન્ટ વ્લાદિમિર પુતિન વિરુદ્ધ પર્સનલ એક્શન લઈ રહ્યા છે. આ મુદ્દાને કેનેડાની ટ્રૂડો સરકારે રશિયન વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવની પત્ની અને પુતિનની દીકરીઓએ સહિત 14 રશિયન અબજોપતિઓ પર પણ પ્રતિબંધનું એલાન કર્યું છે.
  • યુક્રેનના રક્ષા મંત્રાલયનું કહેવું છે કે રશિયા ખેરસૉન અને માયકોલાઇવ વિસ્તારમાં પોતાના કબ્જાને યોગ્ય ઠેરવવા માટે ખોટો જનમત સંગ્રહ કરવાની તૈયારી કરી રહ્યું છે.
  • રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવનુ્ં કહેવું છે કે રશિયા યુક્રેન વિરુદ્ધ પારંપરિક હથિયારોનો જ ઉપયોગ કરશે, પરમાણુ હથિયારોનો નહીં. યુક્રેનમાં રશિયા હવે સૈન્ય અભિયાનના આગલા તબક્કામાં પહોંચી ગયું છે.
  • અમેરિકાએ યુક્રેનને નવી સૈન્ય સહાયદા આપવાનું એલાન કર્યું છે. બાઈડેન પ્રશાસનના અધિકારીઓનો હવાલો આપતાં રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નવા પેકેજ આકારમાં હાલમાં જ ઘોષિત કરવામાં આવેલ 800 મિલિયન અમેરિકી ડૉલરની સમાન હશે. જેમાં વધુ હથિયાર અને હજારો રાઉન્ડ ગોળા-બારુત સામેલ હશે.
  • યુક્રેનના પ્રેસિડેન્ટ વોલોદિમિર જેલેંસ્કીએ દેશમાં માર્શલ લૉને 24 જૂન સુધી વધારવાનો પ્રસ્તાવ રાખ્યો છે. જેલેંસ્કીએ સંસદમાં માર્શલ લો વધારવા માટે એક બિલ રજૂ કર્યું છે. વર્તમાનમાં લાગૂ માર્શલ લૉની અવધી 25 એપ્રિલે સમાપ્ત થનાર છે.
  • હાલમાં જ એક વીડિયો ફુટેજમાં ચાર રશિયન ટીયૂ-95 ન્યૂક્લિયર બૉમ્બર જેમને બિયરના નામે ઓળખવામાં આવે છે, રશિયાના કલુગા ક્ષેત્રમાં ઉડતાં જોવા મળ્યાં છે જે યુક્રેન સીમાની નજીક છે. આશંકા છે કે રશિયન સેના પરમાણુ હુલાનો અભ્યાસ કરી રહી છે.
  • યુક્રેની શહેર લ્વીવમાં રશિયન સેનાએ હવાઈ હુમલો કર્યો છે. આ હુમલામાં સાત લોકોનાં મોત થયાં છે અને 11 લોકો ઘાયલ થઈ ગયા છે.
  • રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિને યુક્રેનના બૂચા શહેરમાં ક્રૂરતા કરવાના આરોપીને માનદ ઉપાધિથી સમ્માનિત કર્યા. સમાચાર એજન્સી એએફપીએ જાણકારી આપી છે.
  • મારિયુપોલમાં સેંકડો લોકો હજી પણ સ્ટીલ પ્લાંટમાં છૂપાયા છે. જેના માટે હ્યૂમન કૉરિડોર બનાવવાની માંગ કરવામાં આવી છે.
  • યુક્રેનના ઈરપિન શહેરમાં 269 લોકોની કબર મળી છે. આ તમામ સામાન્ય નાગરિકો હતા જેઓ રશિયાના હુમલામાં મૃત્યુ પામ્યા.
English summary
Ukraine- Russia war 56th day latest updates in gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X