Ukraine Russia war : પરમાણુ હુમલાનો ખતરો, પુતિને ન્યુક્લિયર ફોર્સને હાઈ એલર્ટ પર રાખ્યા
યુક્રેન અને રશિયા વચ્ચેનું યુદ્ધ હવે વધુ ભયાનક વળાંક લઈ રહ્યું છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પરમાણુ હથિયારોના ઉપયોગના સંકેત આપ્યા છે.
Ukraine Russia war : યુક્રેન અને રશિયા વચ્ચેનું યુદ્ધ હવે વધુ ભયાનક વળાંક લઈ રહ્યું છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પરમાણુ હથિયારોના ઉપયોગના સંકેત આપ્યા છે. રિપોર્ટ અનુસાર પુતિને રશિયન સૈન્યને પરમાણુ હથિયારો સહિત તેના પ્રતિરોધક દળોને વિશેષ એલર્ટ પર રાખવાનો આદેશ આપ્યો છે.

પોતાના પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવા માગે છે?
પુતિને સંરક્ષણ વડાને જણાવ્યું છે કે, યુક્રેન વિરુદ્ધ રશિયાની કાર્યવાહી પર પશ્ચિમી દેશો દ્વારા આપવામાં આવેલા ઉશ્કેરણીજનક નિવેદન બાદ સેનાને વિશેષ એલર્ટ પર રાખવાની જરૂર છે. જોકે તેમણે ચોક્કસપણે જણાવ્યું છે કે, આ ચેતવણીનો અર્થ એ નથી કે તે પોતાના પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવા માગે છે.
રશિયાના રક્ષા મંત્રીએ સેના પ્રમુખને પરમાણુ પ્રતિરોધક દળોને તૈનાત કરવા માટે તૈયાર રહેવા જણાવ્યું
તે જ સમયે યુએસએ રશિયાના રાષ્ટ્રપતિના આ નિર્ણયની નિંદા કરતા જણાવ્યું હતું કે, આ બળજબરીનું કૃત્ય છે, જેને સ્વીકારી શકાય નહીં. ગયા અઠવાડિયે પુતિને ચેતવણી આપી હતી કે જે કોઈ પણ યુક્રેનમાં અમારી સાથે જોડાવાનો પ્રયાસ કરશે. તેને એવા પરિણામોનો સામનો કરવો પડશે, જે ઇતિહાસમાં ક્યારેય જોવા મળ્યો નથી. પુતિનના આ શબ્દોને ત્રીજા વિશ્વ યુદ્ધના ખતરા તરીકે જોવામાં આવ્યા હતા, પરંતુ જે રીતે રશિયાના રક્ષા મંત્રીએ રવિવારના રોજ સેના પ્રમુખને પરમાણુ પ્રતિરોધક દળોને તૈનાત કરવા માટે તૈયાર રહેવા જણાવ્યું હતું.
નાટોના વડાએ પુતિનના નિવેદનને ખતરનાક ગણાવ્યું
અમેરિકામાં યુએનના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે, પરમાણુ હથિયારો પર પુતિનનો આદેશ દર્શાવે છે કે, તેઓ યુક્રેનમાં વિવાદને વધારી રહ્યા છે અને તેમના વલણને બિલકુલ સ્વીકારી શકાય નહીં. તેમણે જણાવ્યું છે કે, રશિયાને નાટોથી કોઈ ખતરો નથી, જ્યારે નાટોના વડાએ પુતિનના નિવેદનને ખતરનાક ગણાવ્યું હતું.
નાટો પાસે પણ રશિયાને નષ્ટ કરવા માટે પૂરતા હથિયારો છે
ઉલ્લેખનીય છે કે, પરમાણુ હથિયારો માટે એલર્ટ પર હોવાનો અર્થ એ છે કે, આ હથિયારોને ખૂબ જ ઝડપથી લોન્ચ કરી શકાય છે. નોંધનીય છે કે, રશિયા પાસે સૌથી વધુ પરમાણુ હથિયારો છે, પરંતુ નાટોનું કહેવું છે કે, નાટો પાસે પણ તેને નષ્ટ કરવા માટે પૂરતા હથિયારો છે.
યુક્રેનમાં રશિયન સૈન્ય કામગીરીને અસ્થાયી રૂપે રોકવાનો આદેશ આપ્યો હતો
યુક્રેન અને રશિયા સંકટ વચ્ચે રશિયન સમાચાર એજન્સી સ્પુટનિકે મોટો દાવો કર્યો છે. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને કિવ સાથે વાતચીતની આશાના સંબંધમાં શુક્રવારની બપોરે યુક્રેનમાં રશિયન સૈન્ય કામગીરીને અસ્થાયી રૂપે રોકવાનો આદેશ આપ્યો હતો, પરંતુ યુક્રેનિયન નેતૃત્વએ વાત કરવાનો ઇન્કાર કર્યા બાદ શનિવારની બપોરે કામગીરી ફરી શરૂ કરી હતી, એજન્સીએ જણાવ્યું હતું. નોંધનીય છે કે, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વાત કર્યા બાદ વ્લાદિમીર પુતિને યુક્રેન સાથે વાત કરીને સમસ્યાનો ઉકેલ શોધવાની વાત કરી હતી.












Click it and Unblock the Notifications
