UN ભૂખમરો કેવી રીતે સમાપ્ત થશે તે જણાવે, હુ છ અબજ ડોલર આપીશ: એલન મસ્ક

દુનિયામાંથી ભૂખમરાને દુર કરવા માટે દુનિયાના સૌથી અમીર વ્યક્તિ આગળ આવ્યા છે. ટેસ્લા ચીફ એલન મસ્કનુ કહેવુ છે કે જો સંયુક્ત રાષ્ટ્રના અધિકારી એ સાબિત કરી દે કે તેમના છ અબજ ડોલરથી દુનિયાની ભૂખ મટી શકે છે, તો તેઓ પોતાના શેર વ

દુનિયામાંથી ભૂખમરાને દુર કરવા માટે દુનિયાના સૌથી અમીર વ્યક્તિ આગળ આવ્યા છે. ટેસ્લા ચીફ એલન મસ્કનુ કહેવુ છે કે જો સંયુક્ત રાષ્ટ્રના અધિકારી એ સાબિત કરી દે કે તેમના છ અબજ ડોલરથી દુનિયાની ભૂખ મટી શકે છે, તો તેઓ પોતાના શેર વેચવા માટે તૈયાર છે. આને લઈને ટેસ્લા ચીફ એલન મસ્કે ટ્વીટ પણ કર્યુ છે. તેમણે સંયુક્ત રાષ્ટ્ર વિશ્વ ખાદ્ય કાર્યક્રમના ડાયરેક્ટર ડેવિડ બેસ્લીના ટ્વીટને રીટ્વીટ કરતા લખ્યુ કે જો WFP આ ટ્વીટર થ્રેડ પર એ જણાવી દીધુ કે છ અબજ ડોલરથી દુનિયાની ભૂખ કેવી રીતે મટશે, તો હુ અત્યારે ટેસ્લાનો સ્ટોક વેચી દઈશ.

Elon Musk

સંયુક્ત રાષ્ટ્રના વિશ્વ ખાદ્ય કાર્યક્રમના ડાયરેક્ટર ડેવિડ બેસ્લીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે ટેસ્લા ચીફની કુલ મિલકતના માત્ર બે ટકા રુપિયા દુનિયાની ભૂખ મટાડી શકે છે. તેમણે કહ્યુ હતુ કે એલન મસ્કની મિલકત 300 અબજ ડોલર કરતા વધારે છે ત્યાં બીજા સ્થાને જેફ બેઝોસની સંપત્તિ છે. તેઓ 195 અબજ ડોલરના માલિક છે. આ બંને દુનિયાની ભૂખ મટાડી શકે છે. તેમણે કહ્યુ હતુ કે એલનની પાસે સારી તક છે. તેઓ માત્ર બે ટકા એટલે કે છ અબજ ડોલરથી દુનિયાની ભૂખ મટાડી શકે છે.

બેસ્લીએ પોતાના આ નિવેદનને ટ્વીટર પર પણ લખ્યુ, જેનો જવાબ આપતા ટેસ્લા ચીફે કહ્યુ કે તેઓ પોતાની મિલકતના બે ટકા એટલે કે છ અબજ ડોલર આપવા માટે તૈયાર છે. જોકે સંયુક્ત રાષ્ટ્રના અધિકારીઓએ એ જણાવવુ પડશે કે આ રકમને દુનિયાની ભૂખ મટાડવા માટે કેવી રીતે ખર્ચ કરવાના છે. તેમણે કહ્યુ કે સંયુક્ત રાષ્ટ્રને પોતાના ખર્ચને સાર્વજનિક કરવા જોઈએ, જેનાથી લોકોને જાણ થાય કે રુપિયા કેવી રીતે ખર્ચ થાય છે.
દુનિયાના સૌથી અમીર વ્યક્તિ છે મસ્ક
ટેસ્લાના માલિક એલન મસ્ક દુનિયાના સૌથી અમીર વ્યક્તિઓમાં શુમાર છે. છેલ્લા અઠવાડિયે તેમની નેટ વર્થમાં ભારે ઉછાળો આવ્યો હતો, જે બાદ તેમની કુલ સંપત્તિ 311 બિલિયન ડોલર પહોંચી ગઈ છે. એટલા વધારે નેટ વર્થ પર પહોંચાડનારા દુનિયાના પહેલા વ્યક્તિ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X