પશ્ચિમી આફ્રિકી દેશ સેનેગલથી પકડાયો અંડરવર્લ્ડ ડૉન રવિ પૂજારી
90ના દશકમાં માયાનગરી મુંબઈમાં સક્રિય અંડરવર્લ્ડ ડૉન રવિ પૂજારીની સેનેગલમાં ધરપકડ થયાના સમાચાર છે.
90ના દશકમાં માયાનગરી મુંબઈમાં સક્રિય અંડરવર્લ્ડ ડૉન રવિ પૂજારીની સેનેગલમાં ધરપકડ થયાના સમાચાર છે. પહેલા એ માનવામાં આવી રહ્યુ હતુ તે પૂજારી ઓસ્ટ્રેલિયામાં ક્યાંક છુપાયો હોઈ શકે છે. રવિ પૂજારીને ગેંગસ્ટર છોટા રાજને તૈયાર કર્યો હતો. રાજન હાલમાં નવી મુંબઈની એક જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે. વર્ષ 2001માં બંને વચ્ચે મતભેદ થઈ ગયા અને પછી બંને અલગ થઈ ગયા હતા. સેનેગલ, પશ્ચિમી આફ્રિકામાં આવતો એક દેશ છે. પૂજારીની ધરપકડ ભારતની એજન્સીઓ માટે એક મોટી સફળતા માનવામાં આવી રહી છે.

કર્ણાટકના ઉડુપીનો રહેવાસી પૂજારી
મુંબઈ પોલિસે પૂજારી ગેંગના ઘણા શૂટર્સને પહેલેથી જ પકડી લીધા હતા. એવુ માનવામાં આવ્યુ હતુ કે પૂજારીએ પોતાનો બેઝ મુંબઈની જગ્યાએ બેંગલુરુ કરી લીધો છે. પૂજારી કર્ણાટકના મેંગલોર પાસે ઉડુપીનો રહેવાસી છે. તે કન્નડ ઉપરાંત અંગ્રેજી ભાષા સરળતાથી બોલી શકે છે. ગયા વર્ષે જેએનયુ છાત્ર ઉમર ખાલિદ, છાત્ર કાર્યકર્તા શેહલા રાશિદ સાથે દલિત નેતા અને ગુજરાતના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. તે સમયે સમાચાર આવ્યા હતા કે આ ધમકીઓ પાછળ પૂજારીનો હાથ હોઈ શકે છે.
વર્ષ 2009થી 2013 સુધી પૂજારીએ બોલિવુડના ઘણા લોકો પાસેથી હપ્તાની માંગ કરી હતી. રવિ પૂજારી છેલ્લા 15 વર્ષોથી ભાગી ગયો હતો અને તેને ઘણી વાર પકડવાની કોશિશ કરવામાં આવી ચૂકી હતી. રિપબ્લિક વર્લ્ડના સમાચાર અનુસાર પૂજારી પાસે જે પાસપોર્ટ હતો તેના પર તેનુ નામ એન્થની ફર્નાન્ડીસ છે અને તે આ નામથી મુસાફરી કરી રહ્યો હતો. સૂત્રોની માનીએ તો પૂજારી પહેલા બુરકિના ફાસોમાં હતો. પરંતુ જેવી ઈન્ટેલીજન્સ એજન્સીઓ તેને પકડવા માટે આગળ વધી તે સેનેગલ જતો રહ્યો.












Click it and Unblock the Notifications
