For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Covid: અમેરિકાએ ભારતને આપી આ રાહત, 'લેવલ 3'માંથી 'લેવલ 1' પર રાખ્યુ, હવે અવરજવર સરળ

અમેરિકાથી ભારતીયો માટે એક રાહતના સમાચાર આવ્યા છે. અમેરિકાના સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન(સીડીસી)એ એક એડવાઈઝરી જાહેર કરી છે.

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ અમેરિકાથી ભારતીયો માટે એક રાહતના સમાચાર આવ્યા છે. અમેરિકાના સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન(સીડીસી)એ એક એડવાઈઝરી જાહેર કરી છે જેમાં કહેવામાં આવ્યુ છે કે જો તમે સંપૂર્ણપણે વેક્સીનેટેડ હોય તો અમેરિકા અવરજવર કરવામાં તમને વધુ મુશ્કેલીઓ નહિ પડે. સીડીસીએ ભારત માટે પોતાના કોવિડ કંટ્રોલ રેકમેન્ડેશનને સુધાર્યુ છે. આના માટે અમે 'લેવલ 3'(હાઈ)થી 'લેવલ 1'(લો)માં નાખી દીધુ છે.

USA

ભારતને 'લેવલ 3'(હાઈ)થી 'લેવલ 1'(લો)માં રાખવાનો અર્થ છે કે જો લોકો સંપૂર્ણપણે વેક્સીનેટેડ હોય તો અમેરિકા તરફથી કોરોના પ્રતિબંધોનુ જોખમ ઘટી શકે છે. યુએસ સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન(સીડીસી)એ એ પણ કહ્યુ છે કે ભારત-અમેરિકા વચ્ચે અવરજવર કરનારા એ સુનિશ્ચિ કરે કે તમને સંપૂર્ણપણે રસી લાગી ચૂકી છે અને નવા ડોઝથી પણ અપટેડેટ છો.

આ રીતે અમેરિકાએ ભારત માટે પોતાના કોવિડ ટ્રાવેલ રેકમેન્ડેશનમાં ઢીલ આપી દીધી છે. અમેરિકાના સીડીસીએ કોરોના પ્રકોપને ખૂબ ઓછો હોવાના કારણે ભારતના સંદર્ભમાં લેવલ-1ની હેલ્થ નોટિસ જાહેર કરી છે જે આપણા માટે સારી વાત છે. સાથે જ આ દેશમાં કોરોના મહામારીના નિમ્ન સ્તરના પણ સંકેત આપે છે. આ વખત અમેરિકી વિદેશ વિભાગે એક નિવેદનમાં કહ્યુ, 'જો તમને સંપૂર્ણપણે અધિકૃત રસીના ડોઝ લાગેલા હશે તો ઓછી મુશ્કેલીઓ પડશે.'

યુએસ સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન(સીડીસી)ના નિવેદનમાં કહેવામાં આવ્યુ હતુ, 'કૃપા કરીને કોઈ પણ આંતરરાષ્ટ્રીય યાત્રાની યોજના બનાવતા પહેલા રસીકરણ અને રસીકરણ વિનાના મુસાફરો માટે સીડીસીની વિશેષ ભલામણોની સમીક્ષા કરો. જો લોકો સંપૂર્ણપણે વેક્સીનેટેડ હોય, તો મુસાફરીની મુશ્કેલીઓથી બચી શકે છે.'

English summary
United states COVID travel advisory for India from 'Level 3' to 'Level 1'
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X