
હેડલીના પ્રત્યાર્પણ માટે અમેરિકાનો ભારતને નનૈયો
અટર્ની જનરલે જણાવ્યું કે મુંબઇમાં 26/11ના રોજ થયેલા હુમલામાં તેણે મોટી ભૂમિકા નિભાવી હતી. જેમાં 164 લોકોના મોત થયા હતા. પરંતુ તેણે અમને માહિતી આપીને અમારી મદદ કરી છે, માટે તેના માટે 30-35 વર્ષની સજા યોગ્ય રહેશે. તેમણે આ વાત પોતાના 20 પાનાના દસ્તાવેજમાં જણાવી છે.
હેડલી દ્વારા આપવામાં આવેલી માહિતીના સંબંધમાં તેમણે જણાવ્યું કે તેણે અમને લશ્કર એ તૈયબા સાથે જોડાયેલ વ્યક્તિઓ, માળખાઓ, વ્યવહારો અને ક્ષમતાઓની સાથે સાથે આ સંગઠનની યોજનાઓ અંગે પણ જાણકારી આપી છે. તેણે સાત અન્યોની સાથે પણ કેસ દાખલ કરવામાં મદદ કરી છે. તેણે ભારતના અધિકારીઓ સાથે પણ આ અંગે સાત દિવસ સુધી વાત કરી અને અધિકારીઓના સવાલોના જવાબ આપ્યા.
હેડલીના સહયોગોને જોતા અમે તેના આજીવન કેદની સજાને માફ કરી છે. અમે આશા રાખીએ છીએ કે તે આગળ પણ અમારી મદદ કરતો રહેશે. 26 નવેમ્બર 2011ના રોજ થયેલા હુમલામાં 4 અમેરિકન નાગરિક પણ માર્યા ગયા હતા. જેના આધારે તેને જનમટીપની સજા આપવાની માગ કરવામાં આવી રહી હતી.