• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકાના 46મા પ્રેસિડેન્ટ Joe Biden વિશે જાણવા જેવી 46 વાતો

|
Google Oneindia Gujarati News

Interesting Facts About Joe Biden: હવે ગણતરીની કલાકોમાં જો બિડેન અમેરિકાના 46મા પ્રેસિડેન્ટ બની જશે, આજે સાંજે 8 વાગ્યે પ્રેસિડેન્ટ પદનો શપથ સમારોહ શરૂ થશે. ડેમોક્રેટ જો બિડેન સાથે જ કમલા હૈરિસ વાઈસ પ્રેસિડેન્ટના રૂપમાં શપથ લેશે. અમેરિકી પરંપરા મુજબ જો બિડેન 20 જાન્યુઆરીએ કૈપિટલ હિલમાં શપથ લેશે. શપથ ગ્રહણ કાર્યક્રમ અમેરિકામાં સવારે 11.30 વાગ્યે થશે એટલે કે ભારતીય સમયાનુસાર રાત્રે 10 વાગ્યે શપથ ગ્રહણ કરશે.

અમેરિકાના પ્રેસિડેન્ટ વિશે 46 ખાસ વાતો જેને બહુ ઓછા લોકો જાણતા હશે

 • જો બિડેનની ઉંમર 77 વર્ષ છે અને જો બિડેન અત્યાર સુધીના સૌથી વૃદ્ધ પ્રેસિડેન્ટ હશે.
 • જો બિડેન જ્યારે 78 વર્ષના થશે ત્યારે તેઓ સૌથી વૃદ્ધ પ્રેસિડેન્ટ બની જશે. અગાઉ રોનાલ્ડ રીગનનો કાર્યકાળ 77 વર્ષની ઉંમરે પૂરો થયો હતો.
 • જો બિડેનનો જન્મ 1942માં પેંસિલવેનિયામાં થયો હતો.
 • જો બિડેન અગાઉ બે વાર 1988 અને 2008માં પ્રેસિડેન્ટ પદની રેસમાં સામેલ થઈ ચૂક્યા છે.
 • બિડેન ઓબામાના બંને કાર્યકાળમાં વાઈસ પ્રેસિડેન્ટ રહ્યા હતા. બરાક ઓબામા સામે રાષ્ટ્રપતિ પદની રેસમાં હાર્યા બાદ ઓબામાએ તેમને વાઈસ પ્રેસિડેન્ટની રેસમાં સામેલ કર્યા હતા.
 • બિડેન 2016માં પણ પ્રેસિડેન્ટ પદની રેસમાં સામેલ થવા માંગતા હતા પરંતુ ઓબામાએ તેમને આવું ના કરવાની સલાહ આપી હતી. સાથે જ દીકરાના મોતના કારણે પણ તેમણે પોતાનો ઈરાદો બદલી કાઢ્યો.
 • .યુવાવસ્થામાં જો બિડેન પોતાના હાઈસ્કૂલની ફુટબોલ ટીમમાં હતા અને તેમની ટીમ એ સમયે અજેયી હતી. બાળપણમાં જો બિડેન હકલાતા હતા. જે દૂર કરવા માટે તેઓ યીટ્સ વાંચતા હતા.
 • 2008માં એક મેમૉયરમાં તેમણે લખ્યું હતું કે તેમની એક ટીચર તેમના હકલાવવાની મજાક ઉડાવવા માટે તેમને બ-બ-બ-બ બડેન કહેતીને બોલાવતાં હતાં. તેમની માએ આ ટીચરની ક્લાસ લીધી હતી.
 • જો બિડેનને કુતરાં પાળવાનો શોખ છે. તેમને જર્મન શેફર્ડ રાખવા સૌથી વધુ પસંદ છે. બિડેન પાસે ડેલાવેયરમાં બે કુતરાં હતાં જેમનું નામ ચેમ્પ અને મેજર છે. બંને હવે બિડેન સાથે જ વ્હાઈટ હાઉસમાં રહેશે. બંને જર્મન શેફર્ડ છે.
 • બિડેન વાઈસ પ્રેસિડેન્ટ બનતા પહેલાં ત્રણ દશક સુધી ડેલાવેયર રાજ્યથી અમેરિકી સેનેટના સભ્ય રહ્યા છે.
 • બિડેન 29 વર્ષની ઉંમરમાં પહેલીવાર 1972માં સીનેટ માટે ચૂંટાયા હતા.
 • તેઓ અમેરિકી સીનેટ માટે ચૂંટાનાર 5મા સૌથી યુવા સેનેટર રહ્યા છે.
 • જો બિડેનના બે લગ્ન થયાં છે. તેમની પહેલી પત્ની નાઈલિયાથી બહમાસમાં જૂનિયર કોલેજ દરમ્યાન એક ટ્રિપ પર મળ્યા હતા. બંનેએ 1996માં લગ્ન કર્યાં હતાં.
 • 1972માં તેમની પહેલી પત્ની નાઈલિયાનું રોડ અકસ્માતમાં નિધન થયું.
 • આ ઘટનામાં જો બિડેનની દોઢ વર્ષની એક દીકરીનું પણ નિધન થયું હતું. સાથે જ તેના દીકરા બ્યૂ અને હંટર પણ ઈજાગ્રસ્ત થયા હતા.
 • જો બિડેને આ ઘટના બાદ હોસ્પિટલમાં દીકરા સામે સેનેટના સભ્ય પદના શપથ લીધા.
 • પહેલા તેમને મંજૂરી નહોતી મળી, બાદમાં બિડેને સીનેટર બનવાનો જ ઈનકાર કરી દીધો હતો. બાદમાં કોંગ્રેસે પ્રસ્તાવ પાસ કરી તેમને હોસ્પિટલે શપથ લેવાની મંજૂરી આપી.
 • બિડેને જિલ જૈકબ સાથે 1977માં લગ્ન કર્યાં હતાં અને ત્યારથી બંને સાથે છે.
 • બિડેન અને જિલની મુલાકાત એક બ્લાઈંડ ડેટ દરમ્યાન થઈ હતી અને આ ડેટ જો બિડેનના ભાઈએ જ અરેંજ કરી હતી. બિડેન ચાર ભાઈ બહેનોમાં સૌથી વડા છે.

આ પણ વાંચો- છેલ્લા કલાકોમાં ડોનાલ્ડ ટ્રમ્પે પૂર્વ સહયોગી સહિત 73 લોકોને ક્ષમા આપી

 • તેઓ અમેરિકાના ઈતિહાસમાં કૈથોલિક ચર્ચને માનનાર બીજા પ્રેસિડેન્ટ છે. પહેલા જૉન એફ કેનેડી હતા જેમની તેમના કાર્યકાળમાં જ હત્યા કરી દેવામાં આવી હતી.
 • બિડેનને આઈસ્ક્રીમ પસંદ છે અને તેનો પસંદિત ફ્લેવર ચૉકલેટ ચિપ છે.
 • બિડેન દારૂ નથી પીતા. 2016માં બિડેને કહ્યું હતું કે તે દારૂ નથી પીતા. સિગરેટ નથી પીતા પરંતુ આઈસ્ક્રીમ બહુ ખાય છે.
 • બિડેનને તેમના લગ્નમાં પિતાએ કાર ગિફ્ટ કરી હતી જે આજે પણ બિડેન પાસે છે અને અત્યારે પણ બિડેન તે કાર ચલાવે છે.
 • કારનું એન્જીન તેમના દીકરાએ ક્રિસમસ ગિફ્ટ તરીકે ફરીથી નવું કરાવું દીધું હતું. બિડેન કહે છે કે આ કાર મને મારા પિતા અને દીકરા બ્યૂની બહુ યાદ અપાવે છે.
 • બિડેનના એક દીકરા બ્યૂનું 2015માં કેંસરને પગલે નિધન થયું હતું. તેમના નામ પર ડેલાવેયરના નેશનલ ગાર્ડ સેંટરનું નામકરણ કરવામાં આવ્યું છે.
 • બિડેનને ફિલ્મ જોવી બહુ પસંદ છે. તેમની ફેવરિટ ફિલ્મ Chariots of Fire છે.
 • જો બિડેને વિયેતનામ યુદ્ધમાં ભાગ લેવા માટે અરજી કરી હતી પરંતુ અસ્થમાના કારણે ટેસ્ટમાં તેઓ ફેલ થઈ ગયા.
 • તેમણે ઈરાકમાં હુમલો કરવા માટે 2002માં વોટિંગ કર્યું હતું. એ દરમ્યાન તેઓ વ્હાઈટ હાઉસમાં હાજર હતા જ્યારે રિપબ્લિકન પ્રેસિડન્ટ જ્યોર્જ ડબલ્યૂ બુશે આદેશ પર હસ્તાક્ષર કર્યા હતા. બાદમાં તેમણે આ વોટને ભૂલ માની હતી.
 • બિડેન લો પ્રોફેસર રહ્યા છે અને તેમણે વાઈડનર યૂનિવર્સિટી ડેલાવેયર લૉ સ્કૂલમાં 1991થી 2008 સુધી અભ્યાસ કર્યો છે.
 • રેહોબોથ બીચ પર જો બિડેનનું એક ઘર છે, વાઈસ પ્રેસિડેન્ટ બન્યા બાદ તેમણે પરિવાર સાથે સમય વિતાવવા માટે આ ઘર ખરીદ્યું હતું.
 • 2017માં પ્રેસિડેન્ટ બરાક ઓબામાએ જો બિડેનને પ્રેસીડેન્શિયલ મેડલ ઑફ ફ્રીડમથી સન્માનિત કર્યા હતા. આ અમેરિકાનો સર્વોચ્ચ નાગરિક સન્માન છે.
 • 2014માં જ્યારે રશિયાએ યૂક્રોનનો ભાગ રહેલ ક્રીમિયાને પોતાનામાં ભેળવી દીધું હતું ત્યારે બિડેને બરાક ઓબામાના સૌથી ઉચ્ચ સત્તાવાર દૂતની હેસિયતથી પૂર્વી યૂરોપના દેશોનો પ્રવાસ કર્યો હતો જેમાં યૂક્રેન પણ સામેલ હતું.
 • 2014માં જો બિડેનના નાના દીકરા હંટરે યૂક્રેનની ઉર્જા કંપનીના બોર્ડમાં જોઈન કર્યું હતું. ટ્રમ્પ આને લઈ બિડેન પર નિશાન સાધતા રહે છે.
 • 1970માં તેમણે સાર્વજનિક ઘર આપવાની મુહિમ માટે રેસિસ્ટ ફોન કૉલ કરાતી હતી.
 • અમેરિકાની એમટ્રેક ટ્રેન સાથે બિડેનનો ખાસ સંબંધ છે. તેઓ ડેલાવેયરમાં વિલમિંગ્ટન સ્થિત પોતાના ઘરેથી રોજ 75 મિનિટની સફર ખેડી વોશિંગ્ટન સેનેટ સુધી જતા હતા.
 • બિડેને 1981માં મહિલાઓના અબોર્શનને લઈ અમેરિકી સુપ્રીમ કોર્ટના ચર્ચિત ફેસલાને બદલવા માટે મતદાન કર્યું હતું. ત્યારે તેમણે મહિલાઓને અબોર્શન નક્કી કરવાનો પૂરો અધિકાર આપવાનો વિરોધ કર્યો હતો.
 • 1988માં જો બિડેનની બે વાર બ્રેન સર્જરી થઈ હતી.
 • ન્યાયિક સમિતિના ચેરમેનના રૂપમાં બિડેને 1991માં થછૉમસને સુપ્રીમ કોર્ટના જજ બનવા માટે લીલી ઝડી દેખાડી હતી. થૉમસ પર અનિતા હિલ નામની મહિલાએ યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો. જેમાં બિડેને કેટલીય મહિલાઓને ગવાહી માટે નહોતી આવવા દીધી.
 • 2019માં જ્યારે બિડેને પ્રેસિડેન્ટ પદ માટેની રેસમાં સામેલ થવાની ઘોષણા કરી હતી તો તેમણે અનિતા હિલની ખાનગીમાં માફી માંગી હતી. તેમણે કહ્યું હતું કે મને દુખ છે કે હું તેને યોગ્ય સુનાવણીનો મોકોના આપી શક્યો જેની તે હકદાર હતી.
 • સીનેટમાં બિડેન પોતાની લાંબી લાંબી સ્પીચ આપવા માટે ઓળખાય છે. એકવાર આવી જ લાંબી સ્પીચ આપી રહ્યા હતા એ દરમ્યાન સાથી સીનેટર અને બાદમાં પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની નોટમાં લખ્યું હતું- 'મને અત્યારે જ મારી નાખો.'
 • ટ્રમ્પની સરખામણીમાં વ્હાઈટ હાઉસને બહુ જ ગરીબ રાષ્ટ્રપતિ મળનાર છે. 2014માં વાઈસ પ્રેસિડેન્ટ રહેતાં અમેરિકાના સરકારી અધિકારીઓની સમ્પત્તિ વાળી યાદીમાં સૌથી ઓછા પૈસા વાળામાં હતા. 581 લોકોની યાદીમાં તેમનો નંબર 577 હતો.
 • બિડેને ફરી એકવાર રિપોર્ટરને રેસલિંગ મેચ માટે ચેલેંજ કર્યો હતો.
 • 2012માં તેમણે ખુલ્લેઆમ સમલૈંગિક વિવાહનું સમર્થન કરી દીધું હતું. આ એ સમય હતો જ્યારે બરાક ઓભામા પોતાના બીજા કાર્યકાળ માટે પ્રચાર કરી રહ્યા હતા.
English summary
unknown interesting facts about joe biden's life
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X