UNSCમાં યુક્રેન યુદ્ધ પર ન નીકળ્યુ પરિણામ, રશિયાએ કર્યો વીટોનો ઉપયોગ, ભારતે બતાવી સમજદારી?

યુક્રેન યુદ્ધને રોકવામાં યુનાઈટેડ નેશન્સ સંપૂર્ણપણે અસહાય જોવા મળ્યુ. જાણો શું બન્યુ.

મૉસ્કો/કીવ/ન્યૂયૉર્ક/નવી દિલ્લીઃ યુક્રેન યુદ્ધને રોકવામાં યુનાઈટેડ નેશન્સ સંપૂર્ણપણે અસહાય જોવા મળ્યુ અને રશિયાના વીટો કર્યા બાદ તેની સામે લગાવવામાં આવેલ નિંદા પ્રસ્તાવ પડી ગયો. વોટિંગ દરમિયાન ભારત, ચીન અને સંયુક્ત આરબ અમીરાત વોટિંગમાં શામેલ ન થયા. જ્યારે અમેરિકા, બ્રિટન, ફ્રાંસ, નૉર્વે, આયરલેન્ડ, અલ્બાનયા, ગબોન, મેક્સિકો, બ્રાઝિલે રશિયા વિરુદ્ધ મત આપ્યો.

યુનાઈટેડ નેશન્સમાં શું-શું થયુ?

યુનાઈટેડ નેશન્સમાં શું-શું થયુ?

સંયુક્ત રાષ્ટ્રમાં યુક્રેન યુદ્ધનો વિરોધ કરવા અને રશિયાની નિંદા કરવા માટે અમેરિકા તરફથી નિંદા પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો જેમાં પ્રસ્તાવના પક્ષામાં 11 સભ્ય દેશોએ મત આપ્યો હતો. જે રશિયા સામે નિંદા પ્રસ્તાવ લાવવા માટે પૂરતા હતા. પરંતુ રશિયાએ વીટોનો ઉપયોગ કરીને તેને રોકી દીધો. વોટિંગ દરમિયાન ભારત, ચીન અને સંયુક્ત આરબ અમીરાત અનુપસ્થિત રહ્યુ.

યુએનએસસીમાં રશિયા વિ અમેરિકા

યુએનએસસીમાં રશિયા વિ અમેરિકા

યુનાઈટેડ નેશન્સમાં રશિયાએ કહ્યુ કે તેનો હેતુ યુક્રેન પર કબ્જો કરવાનો નથી અને ના તે યુક્રેનના લોકો સામે યુદ્ધ કરી રહ્યુ છે અને તેના નિશાના પર યુક્રેનના લોકો પણ નથી. પરંતુ રશિયા આ લડાઈ, ડોનબાસ ક્ષેત્રના લોકોને બચાવવા માટે કરી રહ્યુ છે. જ્યારે યુએનએસસીમાં સંયુક્ત રાજ્ય અમેરિકાના સ્થાઈ દૂત લિંડા થૉમસ ગ્રીનફીલ્ટે રશિયાની હરકતને પાયાના સિદ્ધાંતો સામે હુમલો ગણાવ્યો છે. વળી, યુએનએસસીમાં અમેરિકા તરફથી કહેવામાં આવ્યુ છે કે રશિયા પોતાના વીટો કરવાની તાકાતનો ખોટો ઉપયોગ કરી રહ્યુ છે. યુએનએસસીમાં બેઠક દરમિયાન અમેરિકા સાથે-સાથે ફ્રાંસ, બ્રિટને પણ રશિયા સામે વોટ આપ્યો હતો જ્યારે વીટો પાવરવાળો વધુ એક દેશ ચીન, વોટિંગ દરમિયાન ગેરહાજર રહ્યો.

ભારતે બતાવી સમજદારી?

યુક્રેન યુદ્ધ પર ભારત કોની સાથે હશે, અમેરિકા સાથે કે પછી રશિયા સાથે...આને લઈને આખી દુનિયાની નજર યુએનએસસી પર લાગેલી હતી. જ્યાં એક્સપર્ટસનુ કહેવુ છે કે ભારતે ઘણુ સમજદારીભર્યુ પગલુ લીધુ છે. ભારત માટે એક તરફ રણનીતિક દોસ્ત અમેરિકા હતુ જ્યારે બીજી તરફ પાક્કુ દોસ્ત રશિયા. માટે ભારતે યુએનએસસીમાં યુક્રેન પર રશિયાના હુમલાની નિંદા તો કરી છે પરંતુ ભારતે ના તો પ્રસ્તાવના પક્ષમાં વોટ આપ્યોછે ના ભારતે પ્રસ્તાવ વિરુદ્ધ વોટ આપ્યો છે. ભારત યુએનએસસીમાં વોટિંગથી ગેરહાજર રહ્યુ. ભારત તરફથી યુએનએસસીમાં સ્થાયી પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિએ કહ્યુ કે, 'યુએનએસસીના બધા દેશોએ રચનાત્મક રીતે આગળ વધવા માટે યુએનએસસીના સિદ્ધાંતોનુ સમ્માન કરવાની જરુર છે. વાતચીત દ્વારા જ પરસ્પર મતભેદો અને વિવાદોને ઉકેલી શકાય છે. જો કે હાલના સમયમાં આ મુશ્કેલ લાગે છે.' ભારતે કહ્યુ કે, 'જો કે, આ દુઃખની વાત છે કે ડિપ્લોમેલીનો રસ્તો છોડી દેવામાં આવ્યો પરંતુ આપણે એ રસ્તે પાછા જવુ પડશે અને આ બધા કારણોના કારણે ભારતે આ પ્રસ્તાવથી દૂર રહેવાનો વિકલ્પ પસંદ કર્યો છે.'

કોણ પક્ષમાં કોણ વિરુદ્ધ?

કોણ પક્ષમાં કોણ વિરુદ્ધ?

યુનાઈટેડ નેશન્સમાં ભારત સાથે-સાથે ચીન અને સંયુક્ત આરબ અમીરાત પણ મતદાનથી ગેરહાજર રહ્યુ જ્યારે રશિયા પોતાની સામે લાવવામાં આવેલ પ્રસ્તાવને વીટો કરી પાડી દીધો. યુએનએસસીમાં રશિયાના સ્થાયી દૂતે અમેરિકા દ્વારા લાવવામાં આવેલ આ નિંદા પ્રસ્તાવને રશિયા વિરોધી ગણાવી દીધુ. અમેરિકા, બ્રિટન, ફ્રાંસ, નૉર્વે, આયરલેન્ડ, અલ્બાનિયા, ગબોન, મેક્સિકો, બ્રાઝિલે રશિયા સામે વોટ આપ્યો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X