મહિલા સાંસદ અને સ્પીકરનું અફેર સામે આવતા સિંગાપોરમાં હંગામો, જાણો કેવી રીતે ભાંડો ફુટ્યો?
હાલ સિંગાપોરની રાજનીતિમાં હંગામાનો માહોલ છે. અહેવાલો અનુસાર, અહીંના એક પરિણીત મહિલા સાંસદ અને સ્પીકરના અફેરનો ભાંડો ફુટતા હવે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને બન્નેને રાજીનામાં આપવાની ફરજ પડી છે.
અહેવાલો અનુસાર, સિંગાપોર સંસદના સ્પીકર અને મહિલા સાંસદ વચ્ચેના અફેરનો ખુલાસો થયા બાદ બંનેએ રાજીનામા આપી દીધા છે. જો કે રાજીનામાં બાદ પણ હંગામો શાંત થવાનું નામ નથી લઈ રહ્યો.

અહેવાલો અનુસાર, લાંબા સમયથી દેશમાં શાસન કરી રહેલી પીપલ્સ એક્શન પાર્ટી PAP ના સભ્ય સંસદના સ્પીકરનું એક મહિલા સાંસદ સાથે અફેર હતું. સ્પીકર તાન ચુઆન જિન અને મહિલા સાંસદ ચેંગ લી હુઈ વચ્ચેના આ અફેરે દેશની રાજનીતિ ગરમાવી દીધા છે.
જણાવી દઈએ કે, પોતાની ગરિમાને આગળ રાખતા સિંગાપોરના લોકોને સાંસદ અને સ્પીકર વચ્ચેનું આ અફેર પસંદ નથી આવ્યુ અને બન્નેએ પદ ગુમાવવુ પડ્યુ છે.
સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, સ્પીકર તાન ચુઆન જિને દેશના વડાપ્રધાન લી હસિઅન લૂંગને પોતાનું રાજીનામું સોંપતા કહ્યું કે, મેં લોકોને નિરાશ કર્યા છે. મેં મારા અંગત સંબંધો વિશે તમારી સાથે પહેલા પણ વાત કરી છે. સ્પીકરે 17મી જુલાઈના રોજ વડાપ્રધાનને આ પત્ર લખ્યો હતો.
જણાવી દઈએ કે, સ્પીકર પદેથી રાજીનામું આપનારા સાંસદ તાન ચુઆન જિન બે સંતાનોના પિતા છે. 54 વર્ષીય તાન ચુઆન જિનનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયોમાં તે દેશના અન્ય એક સાંસદનું અપમાન કરતા જોવા મળ્યા હતા. આ વીિડિયોને લઈને પણ લોકોમાં નારાજગી છે.
બીજી તરફ મહિલા સાંસદ ચેંગ લી હુઇ અનમેરીડ છે અને તેણે પણ સાંસદ પદેથી રાજીનામું આપી દીધું છે. તેને રાજીનામું આપતા લખ્યુ કે, હું જે સંજોગોમાં રાજીનામું આપી રહી છું તે ખૂબ જ દુઃખદ છે. જણાવી દઈએ કે, મહિલા સાંસદ ચેંગ લી હુઈ 2015 થી સાંસદ હતા.
ચેંગ લી હુઇ ટેમ્પાઇન્સ ગ્રૂપ રિપ્રેઝન્ટેટિવ કોન્સ્ટિટ્યુઅન્સીના સાંસદ છે અને તેમણે તેમના માફી પત્રમાં લખ્યું છે કે, હું મારા સમર્થકો અને મારા મતવિસ્તારના લોકો માટે મારા વર્તન માટે માફી માંગુ છું.












Click it and Unblock the Notifications
