આ નરાધમ શિક્ષક બાળકો પાસે કરાવતો હતો પોર્નોગ્રાફી!

જોકે મજાની વાત એ છે કે એપ્રિલ 2012માં અલકાયદાના આતંકવાદી ઓસામા બિન લાદેનના નામના સ્થાને 31 વર્ષિય એરિક જસ્ટિન ટોથને આ મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં સ્થાન આપવામાં આવ્યું હતું. પાકિસ્તાનના એબટાબાદમાં અમેરિકન ઓપરેશનમાં માર્યા ગયા બાદ લાદેનનું નામ એફબીઆઇની 10 લોકોની મોસ્ટ વોન્ટેડ લીસ્ટમાંતી હટાવી દેવામાં આવ્યું હતું.
એરિક જસ્ટિન ટોથ વોશિંગ્ટનની એક શાળામાં ત્રીજા ધોરણમાં ભણાવતો હતો. સ્કૂલના જ એક ટીચરને વર્ષ 2008માં તેની પાસેથી એક કેમેરો મળ્યો, જેમાં અશ્લીલ તસવીરો હતી. ત્યારબાદથી તે ફરાર થઇ ગયો હતો. હવે આટલા વર્ષો પછી તેની નિકારગુઆમાંથી ઝપ્તી કરવામાં આવી છે.
આની વચ્ચે તે ઘરેલુ નૌકર અથવા બાળકોની દેખભાળ કરવાનો ભેષ બદલીને અમેરિકાના ઘણા રાજ્યોમાં રહ્યો. ઉલ્લેખનીય છે કે ટોથ પોતાના વ્યવહારથી સરળતાથી લોકોનો વિશ્વાસ જીતી લેતો હતો અને બાળકો તેનાથી પ્રભાવિત પણ થઇ જતા હતા.












Click it and Unblock the Notifications
