US Election 2024 : સુનિતા વિલિયમ્સ સાથી વિલ્મોર સાથે સ્પેસથી જ મતદાન કરશે, જાણો કેવી રીતે?
US Election Results 2024 : અમેરિકન પ્રેસિડેન્ટ ચૂંટણી માટે મતાદન શરૂ થઈ ગયુ છે. જણાવી દઈએ કે અમેરિકી ચૂંટણીમાં ભારતીય મુળની એસ્ટ્રોનોટ્સ સુનિતા વિલિયમ્સ પણ સ્પેસથી મતદાન કરશે.
અમેરિકી ચૂંટણીમાં સ્પેસ સ્ટેશનમાં સ્થિત સુનિતા વિલિયમ્સ અને તેના સાથી બુચ વિલ્મોર ત્યાંંથી જ તેમના મત આપશે. આના માટે પહેલાથી જ તૈયારીઓ કરી દેવાઈ છે.

પૃથ્વીની દુર અવકાશમાં રહેલા અવકાશયાત્રીઓ યુએસ ચૂંટણીઓમાં ભાગ લેવા માટે સંપૂર્ણપણે પાત્ર છે. આ સુનિશ્ચિત કરે છે કે પૃથ્વીની પરિક્રમા કરનારાઓ પણ તેમના મત આપવાના અધિકારનો ઉપયોગ કરી શકે છે.
અવકાશયાત્રી બુચ વિલ્મોર અને સુનિતા વિલિયમ્સ ISS પર છે. સુરક્ષા પ્રોટોકોલને કારણે તેમનું મિશન જૂન 2024 સુધી લંબાવવામાં આવ્યું છે અને તેમણે અવકાશમાંથી યુએસ ચૂંટણીમાં મતદાન કરવાનો પોતાનો ઈરાદો જાહેર કર્યો છે. તે ફેબ્રુઆરી 2025 સુધી પૃથ્વી પર પાછા ફરી શકે છે.
જણાવી દઈએ કે, આ પહેલી ઘટના નથી. અવકાશયાત્રીઓ 1997 થી અવકાશમાંથી મતદાન કરી રહ્યા છે. આ કાયદો ટેક્સાસમાં અવકાશયાત્રીઓની મદદ માટે બનાવવામાં આવ્યો હતો. અહીં નાસાનું જોન્સન સ્પેસ સેન્ટર સ્થિત છે. ડેવિડ વુલ્ફ 1997માં મીર સ્પેસ સ્ટેશન પરથી મતદાન કરનાર પ્રથમ વ્યક્તિ હતા.
ત્યારથી લઈને અત્યાર સુધી ઘણા અવકાશયાત્રીઓએ આવું કર્યું છે. કેટ રુબિન્સ 2020ની યુએસ ચૂંટણી દરમિયાન ISSમાંથી મત આપનાર છેલ્લી અવકાશયાત્રી હતી. આ પરંપરા એ સુનિશ્ચિત કરે છે કે જે લોકો પોતાનું જીવન અવકાશ સંશોધન માટે સમર્પિત કરે છે તેઓ હજુ પણ તેમના દેશમાં લોકશાહી પ્રક્રિયાઓમાં ભાગ લઈ શકે છે.












Click it and Unblock the Notifications
