US Election 2024 : અમેરિકામાં મતદાન શરૂ, જાણો ક્યારે આવશે પરિણામ?

US Election 2024 : અમેરિકન પ્રેસિડેન્ટની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયુ છે. મતદાન પુરૂ થયા બાદ મોડી રાત્રે પરિણામો આવવાના શરૂ થઈ જશે.

અમેરિકન પ્રેસિડેન્ટ ચૂંટણી માટે કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. ચૂંટણી જીતવા બન્ને ઉમેદવારોએ પુરી તાકાત લગાવી દીધી છે.

US Election 2024

મતદાન પહેલા ડેમોક્રેટિક ઉમેદવાર કમલા હેરિસે પેન્સિલવેનિયામાં પ્રચાર કરતા જીતની આગાહી કરી છે. અમેરિકાના 50 રાજ્યોમાં મતદાન થઈ રહ્યું છે.

અમેરિકામાં સ્થાનિક સમય મુજબ સવારે 6 થી 8 (ભારતીય સમય મુજબ સાંજે 4.30 વાગ્યા સુધી) મતદાન શરૂ થઈ ગયું છે. દેશભરમાં 80 મિલિયનથી વધુ મતો પહેલેથી જ નાખવામાં આવ્યા છે, 2020 માં પડેલા કુલ મતોમાંથી લગભગ અડધા મેઇલ ઇન બેલેટના રૂપમાં અથવા વ્યક્તિગત મતદાનના રૂપમાં પડ્યા છે.

અમેરિકામાં ભારતીય સમય અનુસાર સાંજે 4:30 વાગ્યે મતદાન શરૂ થઈ ગયું છે ત્યારે કેનેડાને અડીને આવેલા ન્યૂ હેમ્પશાયરમાં મતગણતરી પણ શરૂ થઈ ગઈ છે.

અહેવાલો અનુસાર, ન્યૂ હેમ્પશાયરના ડિક્સવિલે નોચમાં મત ગણતરી શરૂ થઈ ગઈ છે અને ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસને 3-3 વોટ મળ્યા છે. જણાવી દઈએ કે અમેરિકામાં ચૂંટણી નિયમો હેઠળ જ્યાં વસ્તી 100 થી ઓછી છે ત્યાં મતદાન મધ્યરાત્રિ પછી શરૂ થઈ જાય છે અને મતદાન પૂર્ણ થયા પછી મતગણતરી પણ શરૂ થાય છે.

આ ટક્કર કેટલી જોરદાર છે તેનો અંદાજો તમે એ વાત પરથી લગાવી શકો છો કે ડિક્સવિલે નોચમાં છેલ્લી ચૂંટણીમાં જો બાઈડેનને 100 ટકા વોટ મળ્યા હતા પરંતુ આ વખતે બંને નેતાઓ બરાબરી પર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X