For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

US 'શટડાઉન' કરતા પણ ખરાબ હશે 'લોન ડિફોલ્ટ' : ઓબામા

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટન, 9 ઓક્ટોબર : અમેરિકામાં સરકારી કામકાજ ઠપ્પ (શટડાઉન) થવાને બીજું અઠવાડિયું શરૂ થયું છે. વ્હાઇટ હાઉસે આગાહી કરી છે કે દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા દ્વારા લોન ડિફોલ્ટ (ઋણ ચૂકવણીમાં ચૂક)ને કારણે ભયાનક સ્થિતિ ઉભી થઇ શકે છે. તેના કારણે અમેરિકાના લોકતંત્ર અને વૈશ્વિક કદ પર પ્રતિકૂળ અસર પડશે.

નેશનલ ઇકોનોમિક કાઉન્સિલના નિર્દેશક જેને સ્પર્લિંગે જણાવ્યું કે રાષ્ટ્રપતિ બરાક ઓબામાના સ્વાસ્થ્ય કાર્યક્રમ "ઓબામા કેર" દ્વારા વિશ્વની અર્થવ્યવસ્થા પર પ્રતિકૂળ પ્રભાવ થઇ શકે છે. તેમણે ચેતવણી આપી કે ઓબામા પ્રતિનિધિ સભાને ઋણ સીમમા વધારવા અંગે બંદી બનાવવાની અનુમતિ આપી શકે એમ નથી.

barack-obama

બીજી તરફ પ્રતિનિધિ સભાના અધ્યક્ષ જોન બેનરે જણાવ્યું કે જો રાષ્ટ્રપતિ બરાક ઓબામા તથા ડેમોક્રેટ સાંસદ વિવાદાસ્પદ સ્વાસ્થ્ય કાર્યક્રમ પર રિપબ્લિકન સાંસદોની સાથે વાત નહીં કરે તો ઋણ સીમા નહીં વધારવામાં આવે. આ ઉપરાંત આંશિક બંદી પણ સમાપ્ત કરવામાં નહીં આવે.

બેનરે જણાવ્યું કે જો ઓબામા શટડાઉન સમાપ્ત કરવા માંગે છે અને ઋણ ચૂકવણીથી બચવા માંગે છે તો તેમણે વાતચીત કરવી જ પડશે. કારણ કે ઋણ ડિફોલ્ટને કારણે 2008થી પણ વધારે ખરાબ આર્થિક સંકટ અને મંદીનો દોર શરૂ થઇ શકે છે. અમેરિકન સરકારને લોન ડિફોલ્ટથી બચાવવા માટે સંસદે 17 ઓક્ટોબર સુધી પગલાં ભરવા પડશે.

English summary
US loan default would be worse than shutdown : Obama
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X