USમાં H1B વિઝા ધારકોના જીવનસાથી જોબ કરી શકશે

વૉશિંગ્ટન, 8 એપ્રિલ : વિશ્વના શ્રેષ્ઠ ટેલેન્ટને આકર્ષવા માટે અમેરિકા તેની વિઝા નીતિમાં ફેરફાર કરી શકે છે. જે અંતર્ગત H-1B વિઝા ધારકોના જીવનસાથી પણ અમેરિકામાં કામ કરી શકશે.

વ્હાઈટ હાઉસે એક નિવેદનમાં કહ્યું છે કે ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યૂરિટી ટૂંક સમયમાં અનેક નિયમો લાગુ કરશે જેનાથી દુનિયાના દેશોના તેજસ્વી, પ્રતિભાશાળી ઉદ્યોગસાહસીઓ તથા અન્ય કાર્યકુશળ વસાહતીઓ માટે અમેરિકા વધારે આકર્ષક દેશ બનશે. આવી વ્યક્તિઓ અમેરિકાના અર્થતંત્રને બળવાન બનાવવામાં ઉલ્લેખનીય રીતે યોગદાન આપે છે એવું અમેરિકી સત્તાવાળાઓનું માનવું છે.

us-h1b-visa

નિવેદન પરથી એવું જણાય છે કે H1B વિઝાધારકોના જીવનસાથીઓને અમેરિકામાં કામ કરવામાં સંપૂર્ણ મંજૂરી મળે એવી શક્યતા નથી. અમુક ચોક્કસ કેટેગરીના જેમ કે વિજ્ઞાન અને ટેક્નોલોજી કેટેગરીના જીવનસાથીઓને જ મંજૂરી મળશે.

H1B વર્ક વિઝા ખૂબ પ્રતિભાશાળી વ્યવસાયિકોને આપવામાં આવે છે. આ યોજનાનો સૌથી વધારે લાભ ભારતમાંથી ઈન્ફોર્મેશન ટેક્નોલોજી ક્ષેત્રના પ્રોફેશનલ્સ કરતા હોય છે.

યુએસ સિટીઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસીસ 1 ઓક્ટોબર, 2014થી શરૂ થતા નાણાકીય વર્ષ 2015 માટે વધુમાં વધુ 65,000 H1B વિઝા ફાળવી શકશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X