For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટાઇમ મેગેઝીનમાં મોદીના વખાણના તોરણ બાંધતા ઓબામા

|
Google Oneindia Gujarati News

વોશિંગ્ટન, 16 એપ્રિલ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણમાં એકવાર ફરી દુનિયાના સૌથી શક્તિશાળી નેતા બરાક ઓબામા આગળ આવ્યા છે. બરાક ઓબામાએ ટાઇમ મેગેઝીનમાં આપેલા પોતાના વક્તવ્યમાં વડાપ્રધાન મોદીને ભારતના 'રિફોર્મર ઇન ચીફ' ગણાવ્યા છે. જ્યારે વડાપ્રધાને ટ્વિટ કરીને બરાક ઓબામાને અભિનંદન પાઠવ્યા છે.

બરાક ઓબામાએ લખ્યું છે કે નરેન્દ્ર મોદીએ બાળપણમાં પોતાના પિતાને ચા વેચવામાં મદદ કરીને પરિવારને ચલાવવામાં મદદ કરી હતી. જ્યારે નરેન્દ્ર મોદી આજે દુનિયાના સૌથી મોટા લોકતંત્રના નેતા છે અને મોદીની એક ગરીબમાંથી વડાપ્રધાન બનવા સુધીની વાર્તા ઉભરતા અને ગતિશીલ ભારતની ક્ષમતાઓને દર્શાવે છે.

બરાક ઓબામાએ મોદીના વખાણના પુલ બાંધતા લખ્યું છે કે મોદી હંમેશા લોકોને પોતાના માર્ગ પર ચાલવા પ્રેરિત કરે છે. મોદી ભારતમાં ગરીબીને ઓછી કરવા માટે ખૂબ જ મહત્વકાંક્ષી છે.

રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ટાઇમમાં શું લખ્યું છે મોદી વિશે આવો વાંચીએ સ્લાઇડરમાં...

બરાક ઓબામાએ મોદીના વખાણના પુલ બાંધ્યા

બરાક ઓબામાએ મોદીના વખાણના પુલ બાંધ્યા

બરાક ઓબામાએ મોદીના વખાણના પુલ બાંધતા લખ્યું છે કે મોદી હંમેશા લોકોને પોતાના માર્ગ પર ચાલવા પ્રેરિત કરે છે. મોદી ભારતમાં ગરીબીને ઓછી કરવા માટે ખૂબ જ મહત્વકાંક્ષી છે.

મહિલાઓના સશક્તિકરણ

મહિલાઓના સશક્તિકરણ

વડાપ્રધાન શિક્ષણના સુધાર, યુવતીઓના અધિકાર, મહિલાઓના સશક્તિકરણ, ભારતને આર્થિક બુલંદિયો પર લઇ જવા સહિત જળવાયુંને પણ ખૂબ જ સુંદર કરવા માટે સંપૂર્ણ રીતે લાગી ગયા છે.

પ્રાચીન અને આધુનિક ભારતને આત્મસાત કરતા મોદી

પ્રાચીન અને આધુનિક ભારતને આત્મસાત કરતા મોદી

બરાક ઓબામાએ લખ્યું છે કે મોદી ભારતની જેમ ખૂબ જ આગળ વધી ગયા છે જે પ્રાચીન ભારત અને આધુનિક ભારતને પોતાની અંદર આત્મસાત કરેલ છે.

ડિજિટલ ઇન્ડિયાનો માર્ગ મોકળો કરે છે મોદી

ડિજિટલ ઇન્ડિયાનો માર્ગ મોકળો કરે છે મોદી

મોદી એક તરફ જ્યાં યોગના સાધક છે તો બીજી તરફ તેઓ ટ્વિટરના માધ્યમથી પોતાના દેશના નાગરિકો સાથે જોડાય છે અને ભારત માટે ડિજિટલ ઇન્ડિયાનો માર્ગ મોકળો કરે છે.

માર્ટિન લ્યૂથર કિંગના મેમોરિયલની મુલાકાત

માર્ટિન લ્યૂથર કિંગના મેમોરિયલની મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે વોશિંગ્ટન આવ્યા હતા મેં અને મોદીએ ડો. માર્ટિન લ્યૂથર કિંગના મેમોરિયલની મુલાકાત લીધી હતી. આ દરમિયાન અમે કિંગ લ્યૂથર અને ગાંધીના વિચારોનું આદાન પ્રધાન કર્યું હતું.

વડાપ્રધાન મોદીને વિશ્વાસ છે

વડાપ્રધાન મોદીને વિશ્વાસ છે

અમે આ મહાપુરુષોના વિચારને મજબૂત કરવા અને તેને બચાવી રાખવા પર ચર્ચા કરી. વડાપ્રધાન મોદીને વિશ્વાસ છે કે ભારતના એક અરબ લોકો દુનિયા માટે એક પ્રેરણા સ્ત્રોત બની શકે છે.

English summary
US President Barack Obama calls Narendra Modi reformer in chief of India, he call him an inspiration.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X